Video: ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બાકી રહી ગયેલા લોકોને મળશે વધુ એક તક

સાત રાજ્યોમાં ચાલી રહેલા SIR અભિયાન હેઠળ ચૂંટણી પંચે મતદારોને એક મોટો અવસર આપ્યો છે. જે પાત્ર મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાં સામેલ નથી થઈ શક્યા, તેઓ હવે ફાઇનલ મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે. આ સૂચના એવા મતદારો માટે છે જેમને ગણતરી ફોર્મ તો અપાયા હતા, પરંતુ ગેરહાજર, સ્થાનાંતરિત, મૃત્યુ પામેલા કે ડુપ્લિકેટ શ્રેણીમાં આવવાના કારણે તેમના નામ ડ્રાફ્ટ યાદીમાંથી બહાર રહી ગયા હતા. આ નિયમ દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઝારખંડ અને નાગાલેન્ડમાં લાગુ પડશે. ચૂંટણી પંચે અધિકારીઓને કડક મોનિટરિંગ સિસ્ટમ તૈયાર કરવા નિર્દેશ આપ્યા છે. જેનો હેતુ કોઈ પણ યોગ્ય મતદાર નામ નોંધાવવાથી વંચિત ન રહે અને સાથે જ બોગસ કે ડબલ નામકરણ અટકાવી શકાય.
જાહેરાત







