મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્રના CM પદ માટે આ દિગ્ગજ નેતા પહેલી પસંદ, ફડણવીસને સર્વેમાં ઝટકો

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં 'કાંટે કી ટક્કર'ની આગાહ

મહારાષ્ટ્રના CM પદ માટે આ દિગ્ગજ નેતા પહેલી પસંદ, ફડણવીસને સર્વેમાં ઝટકો

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં 'કાંટે કી ટક્કર'ની આગાહી કરવામાં આવી છે. ઘણા એક્ઝિટ પોલ્સ કહે છે કે ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ જીતશે, તો અમુક એક્ઝિટ પોલ્સે મહાવિકાસ અઘાડીને લીડ આપી છે. આ દરમિયાન એક ખાનગી એક્ઝિટ પોલના સર્વે મુજબ સીએમ ચહેરાની લોકોએ દર્શાવેલી પસંદ બતાવી છે. સર્વે મુજબ જનતાએ વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદેને મુખ્યમંત્રી તરીકે પોતાની પ્રથમ પસંદગી જાહેર કરી છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે 31 ટકા લોકો એકનાથ શિંદેને સીએમ તરીકે જોવા માંગે છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા પ્રકાશ આંબેડકરની મોટી જાહેરાત, MVA-મહાયુતિમાંથી કોની સાથે કરશે જોડાણ?

લોકોએ ઉદ્ધવ ઠાકરેને બીજા નંબરે રાખ્યા છે. 18 ટકા લોકોએ ઉદ્ધવને સીએમ તરીકે તેમનો ફેવરિટ ચહેરો ગણાવ્યો હતો. જ્યારે હાલના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ માટે ઝટકા સમાન છે. જો ભાજપ નંબર વન પાર્ટી બનશે તો તેમને મુખ્યમંત્રી તરીકે જોવામાં આવી રહ્યા છે એવા ફડણવીસને માત્ર 12 ટકા લોકોએ સીએમ તરીકે પસંદ કર્યા છે. શરદ પવાર ચોથા સ્થાને અને બહુજન અઘાડી નેતા પ્રકાશ આંબેડકર પાંચમા સ્થાને છે. 3 ટકા લોકોએ તેને પોતાની પસંદગી તરીકે જાહેર કર્યો છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવાના ઓરતા ધરાવતા અજિત પવાર આ રેટિંગમાં સંયુક્ત રીતે છઠ્ઠા સ્થાને છે. તેમની સાથે 2 ટકા લોકોએ નીતિન ગડકરી અને નાના પટોલેને સીએમ તરીકે પોતાની પસંદ જાહેર કર્યા છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે પણ 2 ટકા લોકોની પસંદ બની ગયા છે. આ ચૂંટણીમાં રાજ ઠાકરે પોતાને કિંગમેકર તરીકે જોઈ રહ્યા છે અને તેમને આશા છે કે તેમને એટલી બધી બેઠકો મળશે કે તેમની પાર્ટી સરકારનો હિસ્સો બને.

આ સમાચાર શેર કરો