મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લોકસભા ચૂંટણી 2024: ત્રીજા તબક્કાની 11 હાઇપ્રોફાઇલ બેઠક, જેના પર રહેશે દેશની નજર

લોકસભા ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કાના પ્રચાર પડઘમ સાંજે શાંત થઇ જશે.

લોકસભા ચૂંટણી 2024: ત્રીજા તબક્કાની 11 હાઇપ્રોફાઇલ બેઠક, જેના પર રહેશે દેશની નજર

લોકસભા ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કાના પ્રચાર પડઘમ સાંજે શાંત થઇ જશે. 7 મેએ ત્રીજા તબક્કા માટે મતદાન થશે. 7 મેએ 10 રાજ્ય અને બે કેન્દ્ર શાસિત પ્રદેશની કૂલ 94 બેઠક પર મતદાન યોજાશે જેમાં ગુજરાતની તમામ 25, આસામની 4, બિહારની 5, છત્તીસગઢની 7, ગોવાની 2, કર્ણાટકની 14, મધ્ય પ્રદેશની 8, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, બંગાળની 4 અને દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની 2-2 બેઠક પર મતદાન થશે.

રાજકોટમાં પરશોત્તમ રૂપાલા Vs ધાનાણી વચ્ચે જંગ

ત્રીજા તબક્કામાં 10 બેઠક એવી છે જ્યા હાઇપ્રોફાઇલ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે. 7 મેએ ગુજરાતની તમામ 25 બેઠક પર મતદાન યોજાશે. રાજકોટમાં ભાજપની ટિકિટ પર કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા મેદાનમાં છે. રૂપાલાની સામે કોંગ્રેસે લેઉવા પાટીદાર નેતા પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી બાદ રાજ્યભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે અને ભાજપને મત ના આપવાની અપીલ કરવામાં આવી રહી છે.

ગુનાથી સિંધિયા મેદાનમાં

7 મેએ મધ્ય પ્રદેશની ગુના બેઠક પર પણ મતદાન યોજાશે. ભાજપની ટિકિટ પર જ્યોતિરાદિત્ય સિંધિયા આ બેઠક પર મેદાનમાં છે. 2019ની ચૂંટણીમાં તે કોંગ્રેસના ઉમેદવાર તરીકે હારી ગયા હતા. 7 મેએ આગ્રા લોકસભા બેઠક પર પણ વોટિંગ થશે જ્યા ભાજપની ટિકિટ પર મોદી સરકારમાં મંત્રી એસપી સિંહ બઘેલ ચૂંટણી લડી ચુક્યા છે.

આ નેતાઓની પ્રતિષ્ઠા પણ દાંવ પર

મોદી સરકારમાં મંત્રી પ્રહલાદ જોશી ધારવાડથી ચૂંટણી લડી રહી છે, જ્યાં 7 મેએ મતદાન યોજાશે. 7 મેએ મૈનપુરીમાં પણ મતદાન યોજાશએ જ્યા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ મેદાનમાં છે. બંગાળની બહરામપુર લોકસભા બેઠક પર અધીર રંજન ચૌધરી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યાં છે.તૃણમૂલ કોંગ્રેસે પૂર્વ ક્રિકેટર યૂસુફ પઠાણને ઉમેદવાર બનાવ્યા છે. દક્ષિણ ગોવા લોકસભા બેઠક પર ભાજપની ટિકિટ પર પલ્લવી ડેમ્પો ચૂંટણી લડી રહ્યાં છે. તે ત્રીજા તબક્કાના સૌથી અમીર ઉમેદવાર છે.

શિવરાજ-દિગ્વિજય અને સુપ્રિયા સુલેની પણ પરીક્ષા

આસામની ધુબરી બેઠક પરથી ઓલ ઇન્ડિયા યૂનાઇટેડ ડેમોક્રેટિક ફ્રંન્ટના અધ્યક્ષ બદરૂદ્દીન અજમલ મેદાનમાં છે. તે 2009થી આ બેઠક પર ચૂંટણી જીતી રહ્યાં છે. મધ્ય પ્રદેશની વિદિશા લોકસભા બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ભાજપની ટિકિટ પર મેદાનમાં છે. શિવરાજ સિંહ ચૌહાણ પાંચ વખત આ બેઠક પરથી સાંસદ રહી ચુક્યા છે. મધ્ય પ્રદેશની રાજગઢ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યાં છે. મહારાષ્ટ્રની બારામતી લોકસભા બેઠક પરથી શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલે મેદાનમાં છે. અહીં પવાર વિરૂદ્ધ પવારની લડાઇ છે કારમ કે તેમના વિરૂદ્ધ અજિત પવારના પત્ની મેદાનમાં છે.

આ સમાચાર શેર કરો