મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આ 2 નેશનલ પાર્ટીને NOTAથી પણ મળ્યા ઓછા મત, જાણો કેટલો રહ્યો વોટ શેર

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીની મતગણતરી પ

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આ 2 નેશનલ પાર્ટીને NOTAથી પણ મળ્યા ઓછા મત, જાણો કેટલો રહ્યો વોટ શેર

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીની મતગણતરી પછી, ભાજપ સરકાર બનાવતી દેખાય છે. પાર્ટીને બહુમતી કરતાં વધુ બેઠકો મળતી દેખાય છે. દરમિયાન, બે રાષ્ટ્રીય પક્ષો એવા છે જેમને NOTA કરતા ઓછા મત મળ્યા છે.

 નોટા કરતાં પણ ઓછા મત મળ્યા

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. આપ પાર્ટીને મોટી થપાટ આપી ભાજપાએ સત્તા હાંસલ કરી છે. જ્યારે કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નથી. તો બે એવી રાષ્ટ્રીય પક્ષો એવા છે જેને નોટા કરતાં પણ ઓછા મત મળ્યા છે. બસપા અને સીપીએમ બંને રાષ્ટ્રીય પક્ષો છે. ચૂંટણી પંચના આંકડા મુજબ, NOTA ને 0.57 ટકા મત મળ્યા. બહુજન સમાજ પાર્ટી (BSP) અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી) ને અનુક્રમે 0.55 અને 0.01 ટકા મત મળ્યા. બુધવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 60.54 ટકા મતદાન થયું. જેમાં ૯૪,૫૧,૯૯૭ લોકોએ મતદાન કર્યું હતું. જ્યારે ૧.૫૫ કરોડથી વધુ લોકો મતદાર યાદીમાં છે. 

છેલ્લા વિકલ્પ તરીકે EVM પર NOTA બટન ઉમેર્યું

જણાવી દઈએ કે, સપ્ટેમ્બર 2013માં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચે મતદાન પેનલ પર છેલ્લા વિકલ્પ તરીકે EVM પર NOTA બટન ઉમેર્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશ પહેલાં, જે લોકો કોઈપણ ઉમેદવારને મત આપવા માંગતા ન હતા તેમની પાસે ફોર્મ 49-O ભરવાનો વિકલ્પ હતો. પરંતુ ચૂંટણી આચાર નિયમો, ૧૯૬૧ના નિયમ ૪૯-ઓ હેઠળ મતદાન મથક પર ફોર્મ ભરવાથી મતદારની ગુપ્તતાનો ભંગ થયો. જોકે, સુપ્રીમ કોર્ટે મતદાન કરવા સમયે જો મોટાભાગના મતદારોએ NOTA વિકલ્પનો ઉપયોગ કર્યો હોય તો ચૂંટણી પંચને નવેસરથી ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપવાનો ઇનકાર કર્યો હતો.

આ સમાચાર શેર કરો