મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'CBI તપાસ થવી જોઈએ, PM શા માટે ચૂપ', NEETમાં ગેરરીતી મામલે કોંગ્રેસ ફ્રન્ટ ફૂટ પર

NEET 2024ના પરિણામોમાં ગોટાળા અંગે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે સરકાર આ મામ

'CBI તપાસ થવી જોઈએ, PM શા માટે ચૂપ', NEETમાં ગેરરીતી મામલે કોંગ્રેસ ફ્રન્ટ ફૂટ પર

NEET 2024ના પરિણામોમાં ગોટાળા અંગે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે સરકાર આ મામલે ગંભીર છે. જે પણ દોષિત સાબિત થશે તેને કડક સજા કરવામાં આવશે. હવે તેમના નિવેદન પર કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈએ પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

વડાપ્રધાન શા માટે આ મામલે મૌન 

ગૌરવ ગોગાઈએ એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન પર પ્રહાર કરતા કહ્યું કે, 'તપાસ પણ થઈ ન હતી અને પરિણામ પણ આપવામાં આવ્યું હતું. જો તેઓ સરકારી અધિકારીઓને પૂછે તો તેમને એક જ જવાબ મળશે કે બધું બરાબર છે. તમે આ નિર્ણય કેવી રીતે લીધો તે જાણવાનો બાળકો અને તેમના માતા-પિતાને અધિકાર છે. વડાપ્રધાન શા માટે આ મામલે મૌન છે, શિક્ષણમંત્રી તપાસ વગર કહી રહ્યા છે કે કંઈ થયું નથી. આ આદેશ પછી પણ તેમનો ઘમંડ દૂર થયો નથી. આ અંગે સીબીઆઈ તપાસ થવી જોઈએ.

સીબીઆઈ તપાસની માંગ ઉઠી

રાહુલ ગાંધીનો આભાર માનતા તેમણે કહ્યું કે, 'આ મુદ્દો ઉઠાવવા માટે હું તેમનો આભાર માનું છું.' વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, તેઓ પરીક્ષા અંગે ચર્ચા કરતા હતા અને પરીક્ષા અંગે માર્ગદર્શન આપતા હતા. તમે આજે થયેલા કૌભાંડની ચર્ચા કેમ નથી કરતા? કોંગ્રેસે CBI તપાસની માંગ કરી છે.

તેમણે વધુમાં કહ્યું કે, 'સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળની તપાસ થવી જોઈએ. અમે રેકોર્ડિંગ સાંભળ્યું છે, જેમાં લાખો રૂપિયાની માંગ કરવામાં આવી રહી છે. આ પરીક્ષાઓ આપણા ભાવિ ડોકટરોને તૈયાર કરે છે, શું તેઓ આ રીતે તૈયાર થઈ રહ્યા છે?

આ સમાચાર શેર કરો