Video: ચાંગોદરના વેરહાઉસમાંથી રૂ. 99.98 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, 5 ઝડપાયા

અમદાવાદ ગ્રામ્ય LCBએ ચાંગોદરના વેરહાઉસમાંથી રૂપિયા 99.98 લાખના આઈફોન, લેપટોપ અને સ્માર્ટ વોચ સહિતની ચોરીનો ભેદ ઉકેલી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા .21 ઓક્ટોબરે તસ્કરો પાછળથી પતરૂ ખોલી અંદર ઘૂસ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને CCTVના આધારે ખેડા-અમદાવાદ હાઈવે પરથી અર્ટિગા કાર અને રૂપિયા .87.22 લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી . ગૂગલ પર રેકી કરતી આ ગેંગને ચાંગોદર પોલીસને સોંપવામાં આવી હતી
જાહેરાત











