Video: સોના-ચાંદીમાં કડાકો થંભ્યો, સોનામાં 5,000 અને ચાંદીમાં 3,000 રૂપિયાનો ઉછાળો

છેલ્લા કેટલાક દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો હતો, પરંતુ મલ્ટી કોમોડિટી એક્સચેન્જથી લઈને સ્થાનિક બજાર સુધી સોના અને ચાંદીની ચમક ફરી વધી છે. જોકે, સર્વોચ્ચ સપાટીની સરખામણીમાં હજુ પણ સોનું અને ચાંદી ઘણા સસ્તા મળી રહ્યા છે. MCX પર 4 ડિસેમ્બરની એક્સપાયરી વાળી ચાંદીમાં 5 હજાર પ્રતિ કિલોગ્રામથી વધુનો ઉછાળો આવ્યો અને તે 1.53 લાખ પ્રતિ કિલોની સપાટી વટાવી ગઈ. ઉલ્લેખનીય છે કે ગત 5 કારોબારી દિવસોમાં ચાંદી 1 લાખ 76 હજાર 309 રૂપિયા પ્રતિ કિલોથી 28 હજાર 496 ઘટીને 1 લાખ 47 હજાર 813 પર આવી ગઈ હતી. ગત સપ્તાહના ઘટાડા બાદ સોમવારે MCX પર સોનાના ભાવમાં આશરે 3 હજાર પ્રતિ 10 ગ્રામનો વધારો થયો અને તે 1.25 લાખ પર પહોંચી ગયું. અગાઉ 13 નવેમ્બરથી 5 દિવસમાં 24 કેરેટ સોનું 1 લાખ 36 હજાર 705 પ્રતિ 10 ગ્રામથી 14 હજાર 927 ઘટીને 1 લાખ 21 હજાર 778 રહ્યું હતું.













