મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

આસામ સરકારના બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, અવમાનનાની નોટિસ ફટકારી

બુલડોઝર એક્શન વિરૂદ્ધ ફરી એક વખત સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. આસામના સોન

આસામ સરકારના બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, અવમાનનાની નોટિસ ફટકારી

બુલડોઝર એક્શન વિરૂદ્ધ ફરી એક વખત સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. આસામના સોનાપુરમાં ગેરકાયદેસર નિર્માણ પર બુલડોઝર એક્શન પર કોર્ટે રોક લગાવી દીધી છે. આટલું જ નહીં ત્યાં જે લોકો વસેલા હતા તેમને હટાવવા પર પણ રોક લગાવી દીધી છે. જસ્ટિસ બીઆર ગવઇ અને કેવી વિશ્વનાથનની પીઠે આસામ સરકારને નોટિસ ફટકારી છે અને ત્રણ અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.

સુપ્રીમ કોર્ટમાં 48 લોકો તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી. આ તમામ લોકોએ પોતાની અરજીમાં કહ્યું કે જ્યારે સુપ્રીમ કોર્ટે કોઇ પણ બુલડોઝર એક્શન પર 1 ઓક્ટોબર સુધી રોક લગાવી છે તો આ એક્શન કેમ લેવામાં આવ્યું? આમ કરવામાં આવે છે તો આ સુપ્રીમ કોર્ટની અવગણના છે.

સાથે જ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો કે અધિકારીઓએ પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું છે.એવો પણ તર્ક આપવામાં આવ્યો કે લોકોને સુનાવણીની તક આપ્યા વગર તોડફોડ કરવામાં આવી. આ બંધારણના આર્ટિકલ 14,15 અને 21નું ઉલ્લંઘન છે. હવે સુપ્રીમ કોર્ટે ત્રણ અઠવાડિયાની અંદર જવાબ આપવા કહ્યું છે.

સુપ્રીમ કોર્ટે 1 ઓક્ટોબર સુધી લગાવી હતી રોક

સુપ્રીમ કોર્ટે આ પહેલા પોતાના 17 સપ્ટેમ્બરે આપવામાં આવેલા આદેશમાં કહ્યું હતું કે કોર્ટની પરવાનગી વગર બુલડોઝરની કાર્યવાહી કરવામાં ના આવે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે રોડ,ફૂટપાથ કે રેલવે લાઇન પર ગેરકાયદેસર નિર્માણ પર આ આદેશ લાગુ નહીં થાય. સોનાપુર ગોવાહાટીની બહારના વિસ્તારમાં આવે છે અને કામરૂપ જિલ્લામાં આવે છે. 

આ સમાચાર શેર કરો