ખાનગી યુનિવર્સિટીઓની ફી પર રાજ્ય સરકારનો અંકુશ આવશે, જાણો ક્યારથી થશે લાગું

ખાનગી યુનિવર્સીટીઓ અને સ્વાયત્ત કોલેજોની મનસ્વી ફી પર અંકુશ મૂકવા ફડણવીસ સરકાર સક્રિય બની છે. આ તમામ સંસ્થાઓને ફી રેગ્યુલેટરી ઓથોરિટી (એફઆરએ ) હેઠળ લાવવા સરકાર માર્ચમાં નવો કાયદો લાવવાની તૈયારી કરી રહી હોવાનું હાયર એજ્યુકેશન વિભાગના મંત્રી ચંદ્રકાંત પાટીલે જણાવ્યું છે.
નવી વ્યવસ્થા હેઠળ સંસ્થાઓએ ફી માળખું, નાણાકીય વ્યવહારો અને જમીન ફાળવણી સહિતની વિગતો સોગંદનામા સાથે રજૂ કરવી પડશે. સરકારનો હેતુ વિદ્યાર્થીઓ અને વાલીઓને મનસ્વી ફીમાંથી રાહત આપવાનો છે.
દરખાસ્તને લઈને રાજકીય મતભેદ ઊભા થયા
જોકે, આ દરખાસ્તને લઈને રાજકીય મતભેદ ઊભા થયા છે. ઓબીસી નેતા બબનરાવ તાયવાડેએ નિર્ણયને આવકાર્યોે છે, જ્યારે ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી કમલ કિશોર કદમે રાજ્ય સરકારના અધિકારક્ષેત્ર સામે સવાલ ઉઠાવ્યો છે. મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલે પણ ખાનગી સંસ્થાઓ સાથે ચર્ચા કર્યા બાદ જ નિર્ણય લેવાની સલાહ આપી છે.
કોંગ્રેસના વિજય વડેટ્ટીવારે ચંદ્રકાંત પાટીલ પર રાજકીય દબાણની રાજનીતિ કરવાનો આક્ષેપ કર્યો છે. દરમિયાન, ફી નિર્ધારણમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારની ફરિયાદોની તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશ કાલિદાસ વહાણેના અધ્યક્ષપદે વર્ષ ૨૦૨૬-૨૭માં ૧,૨૭૨ બિનઅનુદાનિત વ્યાવસાયિક કોલેજોની ફી વધારાને મંજૂરી મળ્યા બાદ આ વિવાદ વધુ વકર્યો છે.







