મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

Video: ઇન્ટરનેટનો ઉપયોગ અને મેળવવાનો અધિકાર મૂળભૂત અધિકાર: સર્વોચ્ચ અદાલતનો ઐતિહાસિક ચુકાદો

સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદામાં ઠેરવ્યું છે કે ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો અને મેળવવાનો અધિકાર બંધારણની કલમ ૨૧ અને ૧૯ હેઠળ મૂળભૂત અધિકાર છે. ન્યાયમૂર્તિ જે. બી. પારડીવાલાના નેતૃત્વ હેઠળની ખંડપીઠે સ્પષ્ટ કર્યું છે કે આ અધિકાર બાળકો સહિત દરેક વ્યક્તિને પ્રાપ્ત છે. બાળકોને આ અધિકારથી વંચિત રાખવા તર્કહીન છે.... અદાલતે નોંધ્યું કે કલમ ૧૯(૧)(એ) હેઠળ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં માહિતી અને વિચારો મેળવવાનો અધિકાર પણ સામેલ છે. ઇન્ટરનેટ એ વિચારો અને માહિતીનું એક મોટું બજાર છે. દૂર-દરાજના વિસ્તારોમાં રહેતા બાળકો માટે ઇન્ટરનેટ શીખવા અને માહિતી મેળવવાનું એકમાત્ર સશક્ત સાધન બની રહે છે. અદાલતના આ ઐતિહાસિક નિર્ણયથી દેશભરના નાગરિકો અને બાળકોના ડિજિટલ અધિકારોને વધુ મજબૂતી મળશે.

આ સમાચાર શેર કરો