પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહના હત્યારાની દયા અરજી પર નિર્ણય લઇ શકે છે રાષ્ટ્રપતિ
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહના હત્

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહના હત્યારાની દયા અરજી પર સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિના સચિવને આદેશ આપ્યો છે કે તે રાષ્ટ્રપતિ સામે દયા અરજી રાખે અને બે અઠવાડિયામાં કંસીડર કરવાનું નિવેદન કરે. મહત્ત્વપૂર્ણ છે કે, વર્ષ 1995માં તત્કાલીન મુખ્યમંત્રી બેઅંત સિંહની દર્દનાક હત્યા કરવામાં આવી હતી.
કેવી રીતે બની હતી ઘટના?
આ ઘટના 31 ઓગસ્ટ 1995ની છે જ્યારે મુખ્યમંત્રી બેઅંત સિંહ રોજની જેમ સચિવાલયમાં હતા. તે કોઇ કામથી બહાર નીકળતા હતા. સચિવાલયમાંથી નીકળતા જ તે પોતાની કારમાં બેસવાના હતા. આ દરમિયાન પંજાબ પોલીસના એક જવાન દિલાવર સિંહ બબ્બરે ખુદ પર બાંધેલા બોમ્બમાં વિસ્ફોટ કર્યો હતો.આ વિસ્ફોટમાં મુખ્યમંત્રીની સાથે રહેલા 17 લોકો પણ માર્યા ગયા હતા. આ ઘટના એટલી દર્દનાક હતી કે તેને જોવી પણ મુશ્કેલ હતી. ચારે તરફ લાશના ચીથડા પડેલા હતા.
2007માં બલવંત સિંહ રાજોઆનાને મોતની સજા સંભળાવવામાં આવી હતી
બલવંત સિંહ રાજોઆનાને 2007માં હત્યામાં સામેલ હોવાના આરોપમાં મોતની સજા સંભળાવવામાં આવી હતી. આ ઘટનામાં 15 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા જેમાં જગતાર સિંહ હવારા અને બલવંત સિંહ રાજોઆનાને મોતની સજા આપવામાં આવી હતી. આ સિવાય આરોપી ગુરમીત સિંહ, લખવિંદર સિંહ, શમશેર સિંહને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. બે આરોપીને ટ્રાયલ કોર્ટે છોડી મુક્યા હતા. રાજોઆના પંજાબ પોલીસના એક પૂર્વ કોન્સ્ટેબલ હતા અને બબ્બર ખાલસાના બોમ્બર હતા. શિરોમણી અકાલી દળ રાજોઆનાને છોડવાની માંગ કરી રહ્યું હતું.
ગત વર્ષે સુપ્રીમ કોર્ટે રાજોઆનાની સજાને ઓછી કરવાનો ઇનકાર કર્યો હતો. તે 27 વર્ષથી જેલમાં છે. વર્ષ 2012માં શિરોમણી ગુરૂદ્વારા મેનેજમેન્ટ સમિતિની અપીલ બાદ તેની ફાંસીની સજા પર રોક લગાવવામાં આવી હતી.
આ પણ વાંચો: સગર્ભા સ્ત્રીના કર્યા ડઝનેક ટુકડા, કોથળામાં પેક કરીને ગટરમાં ફેંકી દીધા, જાણો કયા બની નિર્દયી ઘટના
રાજોઆના ચલાવતો રહ્યો દાંવ
રાજોઆનાએ 2020માં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે તેની સજાને ઓછી કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. તે બાદ ગૃહમંત્રીએ સદનમાં જણાવ્યું કે આ રીતનો કોઇ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી.








