Loksabha Election 2024: પ્રથમ તબક્કામાં 10 ઉમેદવારો પાસે નથી કોઇ સંપત્તિ, 3 ઉમેદવાર પાસે માત્ર 300થી 500 જ રૂપિયા
લોકસભા ચૂંટણી 2024નો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. 19 એપ્રિલે પ્રથમ તબક્કા માટે મતદાન યોજા

લોકસભા ચૂંટણી 2024નો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. 19 એપ્રિલે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાશે જ્યારે ચૂંટણીનું પરિણામ 4 એપ્રિલે આવશે. પ્રથમ તબક્કામાં 1626 ઉમેદવારે નોમિનેશન ભર્યું છે આ સાથે જ સૌથી અમીર અને સૌથી ગરીબ ઉમેદવાર પણ સામે આવ્યા છે. પ્રથમ તબક્કામાં 10 ઉમેદવારોએ પોતાની સંપત્તિ 0 બતાવી છે જ્યારે 3 ઉમેદવારો પાસે 300થી 500 રૂપિયા જ છે.
કોણ છે સૌથી ગરીબ ઉમેદવાર?
તમિલનાડુની થુથુકૂડી બેઠકના અપક્ષ ઉમેદવાર પોનરાજ 320 રૂપિયા સાથે સૌથી ગરીબ ઉમેદવાર છે. મહારાષ્ટ્રના રામટેક બેઠકના અપક્ષ ઉમેદવાર કાર્તિક ગેંદલાલજી ડોકે અને તમિલનાડુની ચેન્નાઇ ઉત્તર બેઠકના અપક્ષ ઉમેદવાર સુરિયામુથુએ પોતાની સંપત્તિ 500 રૂપિયા બતાવી છે. ચૂંટણી પંચને આપવામાં આવેલી એફિડેવિટમાં આ ઉમેદવારોએ પોતાની સંપત્તિની જાણકારી આપી છે.
કોણ છે સૌથી અમીર ઉમેદવાર?
ચૂંટણી એફિડેવિટ અનુસાર, પ્રથમ તબક્કામાં આ તમામ ઉમેદવારો પાસે એવરેજ 4.51 કરોડની સંપત્તિ છે. સૌથી વધુ સંપત્તિ મધ્ય પ્રદેશના છિંદવાડાના કોંગ્રેસના ઉમેદવાર નકુલનાથ પાસે છે. કમલનાથના પુત્ર નકુલનાથ પાસે 716 કરોડ રૂપિયાની સંપત્તિ છે. બીજા સ્થાન પર 662 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે તમિલનાડુના ઇરોડ બેઠકના AIADMKના ઉમેદવાર અશોક કુમાર છે. ત્રીજા સ્થાન પર 304 કરોડ રૂપિયા સાથે તમિલનાડુના શિવગંગાના ભાજપના ઉમેદવાર દેવનાથન યાદવ છે.







