મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દેશમાં ગરીબોને 2028 સુધી મળતું રહેશે મફત અનાજ, મોદી કેબિનેટે લીધા આ મોટા નિર્ણયો

આજે બુધવારે મોદી કેબિનેટની યોજાયેલી બેઠકમાં ગરીબો માટે મહત્ત્વપ

દેશમાં ગરીબોને 2028 સુધી મળતું રહેશે મફત અનાજ, મોદી કેબિનેટે લીધા આ મોટા નિર્ણયો

આજે બુધવારે મોદી કેબિનેટની યોજાયેલી બેઠકમાં ગરીબો માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બેઠકમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અને અન્ય કલ્યાણકારી યોજનાઓના વિતરણને ડિસેમ્બર 2028 સુધી લંબાવવામાં આવી છે. અર્થાત ગરીબો માટે મફત અનાજ વિતરણ વર્ષ 2028 સુધી ચાલુ રહેશે. આ સાથે સરહદી વિસ્તારોના માળખાગત સુધારા માટે પણ મંજૂરી આપી છે. 

કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, પીએમ મોદીએ મધ્યાહન ભોજન, મફત રાશન યોજના, પીએમ પોષણ યોજના, આઈસીડીએસ, ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ તમામ યોજનાઓ અંતર્ગત જુલાઈ, 2024થી ડિસેમ્બર, 2028 સુધી ફોર્ટિફાઇડ ચોખાનો પુરવઠો ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. તેનો હેતુ એનિમિયા અને પોષણની ખામીઓની સારવાર અથવા દૂર કરવાનો છે. કેન્દ્રએ આ યોજના માટે 17,082 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
  
કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ સરહદી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર મૂક્યો છે. આજે કેબિનેટે રૂ. 4,406 કરોડના રોકાણ સાથે સરહદી વિસ્તારોમાં 2,280 કિલોમીટરના રસ્તાઓ બનાવવાની મંજૂરી આપી છે.  

સરહદી રાજ્યોમાં વિકાસ માટે 4,406 કરોડની મંજૂરી

વડાપ્રધાને બેઠકમાં સરહદી વિસ્તારમાં પાયાના વિકાસ પર ભાર આપ્યો છે. આજે કેબિનેટે સરહદી રાજ્ય પંજાબ અને રાજસ્થાનના વિસ્તારમાં 4,406 કરોડ રૂપિયાના રોકાણથી 2,280 કિલોમીટર રોડના નિર્માણને મંજૂરી આપી છે.આ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોની આજીવિકાને વધારવા માટે અને અહીંના લોકોની મુસાફરી સરળ બનાવવાનો છે. આ વિસ્તારોને નેશનલ માર્ગો સાથે કનેક્ટિવિટી વધારવાનો પ્રયાસ કરાશે. 

ગુજરાતના લોથલને બનાવાશે દુનિયાનું સૌથી મોટો દરિયાઈ વારસો પરિસર

કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આજે મંત્રીમંડળે ગુજરાતના લોથલને એક રાષ્ટ્રીય દરિયાઈ વારસો પરિસર વિકસિત કરવા મંજૂરી આપી છે. આ પ્રસ્તાવનો ઉદ્દેશ્ય સમૃદ્ધ અને વિવિધ સમુદ્રી વિરાસતને પ્રદર્શિત કરવી અને 'દુનિયાનો સૌથી મોટો દરિયાઈ વારસો' પરિસર બનાવવાનો છે.

આ સમાચાર શેર કરો