Video: દિલ્હીમાં સતત 11મા દિવસે AQI 200ને પાર, હવાનું પ્રદૂષણ સતત ગંભીર ચિંતાનો વિષય

દિલ્હીમાં હવાનું પ્રદૂષણ સતત ગંભીર ચિંતાનો વિષય બન્યું છે. બુધવારે પણ દિલ્હીની હવા ખરાબ શ્રેણીમાં નોંધાઈ હતી અને સતત 11મા દિવસે સરેરાશ એક્યુઆઈ 200ને પાર રહ્યો હતો. બુધવારે દિલ્હીની હવાનો સરેરાશ એક્યુઆઈ 220 નોંધાયો હતો, જ્યારે આનંદ વિહારમાં સૌથી વધુ 357 એક્યુઆઈ નોંધાતા સ્થિતિ ચિંતાજનક બની હતી. પ્રદૂષણના મુખ્ય કારણોમાં વાહનોનો ધુમાડો 22 પોઈન્ટ 1 ટકા અને પરાળી તથા બાયોમાસ સળગાવવાથી ફેલાતું પ્રદૂષણ 21 પોઈન્ટ 3 ટકા જવાબદાર હોવાનું સામે આવ્યું છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ 25થી 27 નવેમ્બર સુધી હવા ખરાબ શ્રેણીમાં રહેવાની શક્યતા છે, જ્યારે 28 નવેમ્બરે હવા વધુ બગડીને ખૂબ ખરાબ શ્રેણીમાં પહોંચી શકે છે.
જાહેરાત
















