મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ખાનગી ટ્યુશન ક્લાસના સંચાલકે વિદ્યાર્થીઓને બેરહેમીથી માર્યા, વીડિયો થયો વાયરલ!

તમિલનાડુના તિરુનેલવેલીમાં એક ખાનગી ટ્યુશન ક્લાસના સંચાલકે વિદ્યાર્થીઓને બેરહેમીથી માર મ

VIDEO: ખાનગી ટ્યુશન ક્લાસના સંચાલકે વિદ્યાર્થીઓને બેરહેમીથી માર્યા, વીડિયો થયો વાયરલ!

તમિલનાડુના તિરુનેલવેલીમાં એક ખાનગી ટ્યુશન ક્લાસના સંચાલકે વિદ્યાર્થીઓને બેરહેમીથી માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પછી એક 6થી 7 વિદ્યાર્થીઓને મારતો જોઈ શકાય છે. વીડિયો વાયરલ થયા બાદ કોચિંગ સંચાલકની ક્રૂરતા સામે આવી છે. લોકોના વિરોધ બાદ હવે વિદ્યાર્થીઓએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

તમિલનાડુના તિરુનેલવેલી વિસ્તારમાં એક ખાનગી ટ્યુશન ક્લાસ -કોચિંગ સેન્ટરમાં ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. અહીં, જલ NEET એકેડમીના ઓનરે આ કોચિંગમાં ભણતા વિદ્યાર્થીઓનો બેરહેમીથી માર માર્યો. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર બુલેટની ઝડપે વાયરલ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓએ કોચિંગ સેન્ટરના માલિક સામે ફરિયાદ નોંધાવી છે કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે કાર્યવાહી કરવાની વાત કરી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે બ્લેક બોર્ડની સામે ઉભેલા એક શિક્ષકના હાથમાં લાકડી છે. તે એક પછી એક કેટલાક છોકરાઓને બોલાવીને તેમને મારે છે. તેણે 6થી 7 છોકરાઓને માર્યા ત્યારે બેથી ત્રણ લોકો આ જગ્યાએ આવે છે, જે તેમને રોકવાનો પ્રયાસ કરે છે. બીજી ક્લિપમાં જોઈ શકાય છે કે, એ જ વ્યક્તિ ક્લાસ રૂમમાં બુરખો પહેરેલી છોકરી પર જૂતું ફેંકે છે. તેના હાથમાં જે આવે છે તેનાથી તે મારતો હતો. આ પછી પોલીસ વિદ્યાર્થીઓને થયેલી ઈજાઓની પણ તપાસ કરી રહી છે. પોલીસે કહ્યું છે કે, આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો