સલમાન ખાનને હત્યાની ધમકી આપનાર શખ્સે માફી માગી, 'મેસેજ ભૂલથી મોકલ્યો હતો'
બાબા સિદ્દકીની હત્યા બાદ બોલિવૂડના 'ભાઈજાન'સલમાન ખાનને એક સપ્તાહ પહેલા ધમકી મળી હતી. ત્યારે હવે આ મામલે એક મોટ

બાબા સિદ્દકીની હત્યા બાદ બોલિવૂડના 'ભાઈજાન'સલમાન ખાનને એક સપ્તાહ પહેલા ધમકી મળી હતી. ત્યારે હવે આ મામલે એક મોટી અપડેટ સામે આવી છે. જેમાં ધમકી આપનાર શખ્સે માફી માગી લીધી છે.
મુંબઈ ટ્રાફિક પોલીસના વોટસએપ નંબર ધમકીભર્યો મેસેજ મોકલનાર શખ્સે માફી માગી છે. મેસેજ મોકલનાર વ્યક્તિએ કહ્યું કે, તેણે આ મેસેજ ભૂલથી મોકલ્યો હતો અને તે તેના માટે માફી માંગે છે. હાલમાં પોલીસે આ મેસેજ મોકલનાર વ્યક્તિનું ઝારખંડમાં લોકેશન શોધી કાઢ્યું છે અને તેની શોધમાં પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ છે.
મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતે લોરેન્સ બિશ્નોઈ ગેંગની નજીક હોવાનું જણાવ્યું હતું. તેણે દાવો કર્યો હતો કે તે સલમાન અને લોરેન્સ વચ્ચે સમાધાન કરાવશે. પોલીસ અધિકારીએ કહ્યું કે મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર મળેલા ધમકીભર્યા મેસેજમાં સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઈ સાથેની લાંબા સમયથી ચાલી રહેલી દુશ્મનીનો અંત લાવવા માટે 5 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.
આરોપીએ દાવો કર્યો હતો કે આ ધમકીને હળવાશથી ન લેતા. જો સલમાન ખાનને જીવતો રહેવું હોય અને લોરેન્સ બિશ્નોઇ સાથેનો ઝઘડો ખતમ કરવા માંગતો હોય તો તેણે રૂ.પાંચ કરોડ ચૂકવવા પડશે. પૈસા નહીં આપે તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થશે.






