VIDEO: 1.81કરોડ મહિલાઓના ખાતામાં પૈસા પહોંચ્યા ને બદલાઈ ગઈ કિસ્મત, બિહાર મોડેલે આખા દેશને ચોંકાવ્યો!
મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના અંતર્ગત આયોજિત એક કાર્યક્રમમાં બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ રાજ્યની મહિલાઓ દ્વારા આત્મનિર્ભરતા ક્ષેત્રે હાંસલ કરેલી મોટી ઉપલબ્ધિઓની વિગતો શેર કરી છે. તેમણે જણાવ્યું કે બિહાર દેશનું પ્રથમ એવું રાજ્ય બન્યું છે જ્યાં 50 લાખથી વધુ મહિલાઓ 'લખપતિ' બનીને આર્થિક રીતે સક્ષમ થઈ છે.
નાણાકીય સહાય અને રોજગાર ક્ષેત્રોનું વિશ્લેષણ
સરકાર દ્વારા 1.81 કરોડ બહેનોને પૂરી પાડવામાં આવેલી નાણાકીય સહાયના પરિણામો અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પશુપાલન અને કૃષિ સહાય મેળવનાર બહેનોમાંથી આશરે 37 ટકા (આશરે 25 થી 27 લાખ મહિલાઓ) પશુપાલન સાથે સંકળાયેલી છે, જ્યારે 18 મહિલાઓ કૃષિ ક્ષેત્રમાં સક્રિય બની છે. અનેક મહિલાઓએ ઉત્પાદન પ્રવૃત્તિઓ શરૂ કરી છે અને પોતાના ઉત્પાદનો માટે સ્થાનિક તેમજ બહારના બજારો વિકસાવ્યા છે. ૩ લાખથી વધુ ‘જીવિકા દીદીઓ’ વાર્ષિક ₹૨ લાખથી વધુની કમાણી કરી રહી છે.
રોજગારના વિવિધ સ્ત્રોતો
રાજ્યમાં મહિલાઓ વિવિધ સ્તરે રોજગાર મેળવી રહી છે. 10 લાખથી વધુ મહિલાઓ એકસાથે ત્રણ અલગ-અલગ પ્રકારની આજીવિકા પ્રવૃત્તિઓનું સંચાલન કરી રહી છે. 25 લાખ જેટલી બહેનો બકરાં પાલન, લારી-ગલ્લા ચલાવવા કે અન્ય નાના વ્યવસાયો જેવી બે પ્રકારની રોજગાર પ્રવૃત્તિઓમાં જોડાયેલી છે, જ્યારે આશરે 12 લાખ મહિલાઓ એક જ પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલી છે.
'લખપતિ દીદીઓ'ના ટ્રેકિંગ માટે નવી વ્યવસ્થા
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે 50 લાખ મહિલાઓને લખપતિ બનાવવાની ઐતિહાસિક સિદ્ધિ બાદ હવે સરકારનું ફોકસ વધુ કેન્દ્રિત બન્યું છે. પરિવારોને સતત સહાય પૂરી પાડવાની સાથે એક એવી વિશેષ સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે, જે આ ‘લખપતિ દીદીઓ’નું ચોક્કસ ટ્રેકિંગ કરશે જેથી કેટલી બહેનો આ સ્તરે પહોંચી છે તેનો સચોટ ડેટા મેળવી શકાય.

