Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Corruption exposed as road worth Rs 1.81 crore collapses in just four months

VIDEO: Chhota Udaipur:1.81 કરોડનો રોડ ફક્ત ચાર મહિનામાં જ તૂટી જતા ભ્રષ્ટાચારની પોલ ખુલી

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

બોડેલી તાલુકા ના આલિખેરવા અને રાજખેરવા ને જોડતો 1.82 કરોડનો રોડ ફક્ત ચાર મહિનામાં જ તૂટી જતા ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. 

App Store

બોડેલી તાલુકાના આલિખેરવાથી રાજખેરવાના 2 કિ.મી.ના રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આ 2 કિ.મી.ના રોડમાં લગભગ સાત જેટલી સોસાયટીઓ આવેલી છે. આ સોસાયટીના રહીશો આ રોડનો ઉપયોગ કરતા હોય છે. અગાઉ આ જ માર્ગ પર આર સી.સી રોડ તો હતો.  પરંતુ લોકોને સારી સુવિધા મળે અને રોડ સારા બને તે માટે 1.81 કરોડના ખર્ચે સંખેડા પંચાયતના માર્ગ મકાનની પેટા કચેરી દ્વારા કોન્ટ્રાકટરને કામ સોંપવામાં આવ્યું હતું. વર્ષો જૂના આ માર્ગ ઉપર તંત્રને દબાણો હોવાનું લાગતા કેટલાય મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. જોકે રહીશોનું કહેવું છે કે અહીં કોઈ પણ જાતનું દબાણ હતું જ નહીં તેમ છતાં તંત્રની વાત માનીને રહીશોએ કોઈ વિરોધ ન કર્યો. લોકોને હતું કે માર્ગ પહોળો થતા સુવિધા વધશે પરંતુ કોન્ટ્રાક્ટરે જે માર્ગ બનાવ્યો છે તેમાં ઠેર ઠેર રસ્તા પર ગાબડા પડી જતા પાણી ભરાઈ છે. ખાડામાંથી કોંક્રિટ ડોકિયા કરી રહી છે. વાહન પસાર થાય તો કપચી પણ ઉડે છે. જેને લઈને રહીશોએ હવે કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. કોન્ટ્રાકટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી પૈસા પોતાના ખિસ્સામાં નાખ્યા છે.  ત્યારે આ બાબતે સરકાર ફરીથી ગેરંટી પીરીયડમાં આ માર્ગની કામગીરી ફરી કરાવે તે જરૂરી છે.  હાલમાં સરકાર જ્યાં પણ ગુણવત્તા વગરનું કામ થયું હોય તેના પર એક્શન સરકાર લઈ રહી છે ત્યારે આ કામગીરીની તપાસ પણ થયા તેવી લોકો માંગ કરી રહ્યા છે.