Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Arvind Kejriwal and Bhagwat Mann visit Gujarat, attack BJP government

Video: અરવિંદ કેજરીવાલ અને ભગવત માન ગુજરાતના પ્રવાસે, ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. વડોદરા એરપોર્ટ પર આ બન્ને નેતાઓનું આપના પ્રદેશ નેતા અને આગેવાનો દ્વારા સ્વાગત કરાયું હતું. 

App Store

ગુજરાત સરકાર પશુપાલકો અને ખેડૂતો પર અત્યાચાર કરે છે: કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતુ કે 30 વર્ષમાં ગુજરાતની ભાજપ સરકારનો અહંકાર અને ભ્રષ્ટાચાર વધી ગયો છે. પશુપાલકોને બોનસ અને દૂધનો યોગ્ય ભાવ આપવા ભાજપા સરકાર મનમાની કરી રહી છે. ગુજરાત સરકાર પશુપાલકો અને ખેડૂતો પર અત્યાચાર અને દમન ગુજારે છે. આંદોલન દરમ્યાન એક ખેડૂતનું મોત થયું છે. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભ્રષ્ટાચારનો વિરોધ કરતા તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

ભાજપા સરકારના રાજમાં  ભ્રષ્ટાચારીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. અમે ગુજરાતના લોકોના પક્ષમાં અવાજ ઉઠાવવા ગુજરાતમાં આવ્યા છે. દેડિયાપાડામાં નાગરિકોને સાથે રાખી રેલી કાઢવામાં આવશે. ગુજરાતના કેટલાક જીલ્લાઓમાં નકલી દૂધ મળી રહ્યું છે તેનો પણ અવાજ ઉઠાવીશું.