VIDEO: સુરતની 15થી વધુ સોસાયટીના લોકો સહાયથી વંચિત, કલેક્ટર કચેરીમાં મહિલાઓના ધરણાં
સોર્સ : gstv
સુરતમાં વરસાદથી આવેલા પુરના અસરગ્રસ્ત અનેક રહીશો સરકારની સહાયથી આજે પણ વંચિત છે. ડીંડોલી અને ગોડાદરા વિસ્તારની અંદર 15થી વધુ સોસાયટીઓમાં સહાય ન ચૂકવતા વિરોધ નોંધાવાયો. સહાયની માગ સાથે 50થી વધુ મહિલાઓએ કલેક્ટર કચેરીએ ધરણાં કર્યાં. મહિલાઓની ફરિયાદ છે કે, અધિકારીઓ માત્ર ધક્કા ખવડાવી રહ્યાં છે. બીજી તરફ તંત્રએ માત્ર આશ્વાસન આપ્યું છે. ગોડાદરા અને ડીંડોલીની રણછોડ નગર, વૃંદાવન, દેવી દર્શન, સાંઈ ધામ ,પ્રિયંકા 1 ,પ્રિયંકા 2 સહિતની ૧૫ થી વધુ સોસાયટીઓ હજુ પણ પૂરથી થયેલા નુકસાનની સહાયથી વંચિત છે.

