VIDEO: સુરતની જેમ અમદાવાદમાં પણ વરસાદી નુકસાન અંગે ઘર, દુકાન અને રેલડી ધારકોને મળશે સહાય
સોર્સ : gstv
સુરતની જેમ પર હવે અમદાવાદમાં પણ વરસાદી નુકસાન સામે પ્રભાવિત નાગરિકોને સહાય મળવાપાત્ર થશે, જે અંગે AMC દ્વારા આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. અમદાવાદના મેયર હિતેશ બારોટે નિવેદન આપતા જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા સહાય બાબતે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં જે પ્રકારે પૂર કે વરસાદી નુકસાન માટે સહાય ચૂકવવામાં આવી હતી, બરાબર તે જ પ્રકારે હવે અમદાવાદ શહેરમાં પણ પૂર કે વરસાદને કારણે પ્રભાવિત થયેલા ઘરના માલિકો, દુકાનદારો અને રેલડી ધારકોને નુકસાનનું યોગ્ય વળતર આપવામાં આવશે, જેથી નાગરિકોને મોટી રાહત મળશે.

