Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Honeytrap gang of Surat arrested including woman who lured motorcyclist on the pretext of asking for a lift with lathi

લાઠીમાં લિફ્ટ માગવાના બહાને બાઈકચાલકને ફસાવી ખંડણી પડાવનાર મહિલા સહિત સુરતની હનીટ્રેપ ગેંગ ઝડપાઈ

Timeછેલ્લું અપડેટ : 03 Aug 2026
લાઇવ ટીવીGoogle News
લાઠીમાં લિફ્ટ માગવાના બહાને બાઈકચાલકને ફસાવી ખંડણી પડાવનાર મહિલા સહિત સુરતની હનીટ્રેપ ગેંગ ઝડપાઈ
સોર્સ : gstv

અમરેલી જિલ્લાના લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઈકચાલક યુવકને લિફ્ટ માગવાના બહાને હનીટ્રેપમાં ફસાવી અપહરણ અને ખંડણી પડાવવાના ગંભીર કેસમાં લાઠી પોલીસે મહિલા સહિત સુરતના ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળે સમગ્ર બનાવનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું.

App Store

લિફ્ટ માગીને રચ્યું હતું કાવતરું

મળતી માહિતી અનુસાર, થોડા દિવસો પહેલાં એક મહિલાએ બાઈકચાલક યુવકને ઈશારો કરીને દામનગર સુધી જવાની લિફ્ટ માંગી હતી. માર્ગમાં સરોવર કાંઠે ફોટો પડાવવાના બહાને મહિલાએ બાઈક ઊભું રખાવ્યું હતું. અગાઉથી નક્કી કરેલા પ્લાન મુજબ, તે જ સમયે અન્ય કારમાં આવેલા શખસોએ યુવકનું અપહરણ કર્યું હતું અને તેને ઢોર માર માર્યો હતો.

આરોપીઓએ યુવક પાસે અઢી લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી. ત્યારબાદ ગૂગલ પે (Google Pay) અને ક્યુઆર કોડ સ્કેનર મારફતે યુવક પાસેથી બળજબરીપૂર્વક 58,000 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતાં લાઠી પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી.

પોલીસે ચારેય આરોપીઓની કરી ધરપકડ

લાઠી પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી સુરત રહેતા હનીટ્રેપ ગિરોહના 3 પુરુષ અને 1 મહિલા સહિત 4 આરોપીઓને દબોચી લીધા છે. ઝડપાયેલા આરોપીઓની ઓળખ ઘનશ્યામ ઉર્ફે શ્યામ ધીરુ લાઠીયા, નિલેશ ગૌસ્વામી, રાજુ ભીખા કથરોટિયા અને હેતલ નરેશ સોરઠિયા તરીકે થઈ છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.