VIDEO:લાઠીમાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી
સોર્સ : GSTV
અમરેલી જિલ્લાના લાઠી ખાતે તાલુકા શાળામાં ૧૨મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો. કાર્યક્રમમાં ઉપસ્થિત અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયાએ વિદ્યાર્થીઓ અને આગેવાનો સાથે યોગ કર્યા હતા. યોગ શિક્ષકોએ ઉપસ્થિત સૌને વિવિધ આસનો અને પ્રાણાયામનું નિદર્શન કરાવી તેનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં લાઠી મામલતદાર, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ કર્યો હતો.

