Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : The issue of security of gig workers was raised in Rajya Sabha, Raghav Chadha made this demand during zero hour

રાજ્યસભામાં ઉઠ્યો ગિગ વર્કર્સની સુરક્ષાનો મુદ્દો, શૂન્ય કાળમાં રાઘવ ચઢ્ઢાએ કરી આ માગ

Timeછેલ્લું અપડેટ : 05 Dec 2025
લાઇવ ટીવીGoogle News
રાજ્યસભામાં ઉઠ્યો ગિગ વર્કર્સની સુરક્ષાનો મુદ્દો, શૂન્ય કાળમાં રાઘવ ચઢ્ઢાએ કરી આ માગ
સોર્સ : gstv

શુક્રવારે આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભાના શૂન્ય કાળમાં ગિગ વર્કર્સની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સરકારને માંગ કરી છે કે ડિલિવરી બોય્ઝની સુરક્ષા માટે સરકારે પગલાં લેવા જોઈએ તથા કંપનીઓ દ્વારા થોપવામાં આવી રહેલા 10 મિનિટ ડિલિવરી મોડલ સમાપ્ત કરવો જોઈએ. 

App Store

રાઘવ ચઢ્ઢાએ ઉઠાવ્યો મુદ્દો 

તેમણે કહ્યું કે, જ્યારે પણ આપણે ફોન પર બટન દબાવીએ અને તેમાં મેસેજ આવે કે તમારો ઓર્ડર રસ્તામાં છે. ત્યારે કોઈ વ્યક્તિ ઓર્ડર સમય પર પહોંચાડવા માટે રેડ સિગ્નલ તોડે છે અને તેજ રફ્તારમાં બાઈક ચલાવે છે. માત્ર એક મિનિટ વિલંબ થવા પર તેના રેટિંગ્સ ઓછા થઈ જાય છે અને ઈન્સેન્ટીવ કપાઈ જાય છે. 

જીવ જોખમમાં મૂકે છે ડિલિવરી બોય્ઝ

10 મિનિટ ડિલિવરી મોડલના કારણે રાઈડર્સ દરરોજ ટ્રાફિકના નિયમો તોડી રહ્યા છે. કારણ કે જો તેવું નહીં કરે તો તેમને ખરાબ રેટિંગ અપાશે અને ગ્રાહકો ફરિયાદ કરશે. આ વર્કર્સ 12થી 14 કલાક ગરમી, ઠંડી, પ્રદૂષણ અને વરસાદમાં કોઈ પણ સુરક્ષા સાધનો વિના કામ કરે છે. નોકરીમાં વીમો કે ભવિષ્યની ગેરંટી ન હોવાના કારણે તેઓ મજબૂર છે. 

રાઘવ ચઢ્ઢાએ વધુમાં કહ્યું કે, આ લોકો રોબોટ નથી. તે કોઈના પિતા, પતિ, ભાઈ કે પુત્ર છે. પોતાનું દર્દ છુપાવીને સ્મિત સાથે લોકોને પાર્સલ આપી કહે છે કે સર, પ્લીઝ ફાઈવ સ્ટાર રેટિંગ આપજો.