મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

INDIA ગઠબંધને હજુ સુધી સરકાર બનાવવાની આશા છોડી નથી, આ નેતાએ કર્યો મોટો દાવો

ભાજપની આગેવાની ધરાવતું NDA ગઠબંધન સરકાર બનાવવાની તૈયારીમાં છે. નરેન્દ્ર મોદી ત્રીજી

INDIA ગઠબંધને હજુ સુધી સરકાર બનાવવાની આશા છોડી નથી, આ નેતાએ કર્યો મોટો દાવો

ભાજપની આગેવાની ધરાવતું NDA ગઠબંધન સરકાર બનાવવાની તૈયારીમાં છે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે. ઇન્ડિયા ગઠબંધન પણ સરકાર બનાવવાના પ્રયાસમાં લાગેલુ છે.

અખિલેશ યાદવે શું કહ્યું?

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની આશા વ્યક્ત કરી છે. પત્રકારોના સવાલનો જવાબ આપતા અખિલેશ યાદવે કહ્યુ કે લોકતંત્રમાં જ્યારે ગણના થાય છે તો આસ અને આશા ક્યારેય ખતમ નથી થતી. ઇન્ડિયા ગઠબંધન બહુમતથી ઘણો દૂર છે કારણ કે તેના ખાતામાં 234 બેઠક આવી છે. લોકસભામાં બહુમત માટે 272 બેઠકની જરૂર હોય છે. જોકે, છતા પણ તેને સરકાર બનાવવાની આશા છોડી નથી.

બીજી તરફ વિડ્રદલાઇ ચિરૂતૈગલ કચ્ચીના ચીફ થોલ થિરૂમાવલવને કહ્યું કે કાલે ઇન્ડિયા બ્લૉકના નેતાઓએ મલ્લિકાર્જુન ખડગેના ઘરે બેઠક મળી હતી. જ્યાં અમે વર્તમાન સ્થિતિ પર વિસ્તારથી ચર્ચા કરી હતી. અમારૂ માનવું છે કે ભાજપ 5 વર્ષ સુધી સ્થિર સરકાર નથી આપી શકતી. કેટલાક મહિનાની અંદર તેમને પોતાા ગઠબંધનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. યોગ્ય સમયે અમે યોગ્ય પગલા ભરીશું.

સરકાર બનાવવાનું સમીકરણ

NDAને લોકસભા ચૂંટણીમાં 292 બેઠક પર જીત મળી છે જ્યારે ભાજપના ખાતામાં 240 બેઠક આવી છે. તે બાદ પણ રાજકીય ગલિયારામાં આ વાતને લઇને ચર્ચા ચાલી રહી છે કે NDAની વાપસી મુશ્કેલ બની શકે છે. NDAમાં સામેલ TDP અને JDUને કારણે આવી વાતો થઇ રહી છે કારણ કે આ બન્ને પક્ષના નેતાઓનો પલટી મારવાનો ઇતિહાસ રહ્યો છે. TDP પાસે 16 અને JDU પાસે 12 બેઠક છે. ઇન્ડિયા ગઠબંધનના નેતા ઇશારા-ઇશારામાં બન્ને પક્ષને પોતાની તરફ કરવાની વાત કરી રહ્યાં છે.

સુત્રો અનુસાર, નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુની NDA સાથે વાત ના બનતા હવે સરકાર બનાવવા માટે ઇન્ડિયા ગઠબંધન સાથે વાત કરી રહ્યાં છે. ગઠબંધન મોટો ખેલ કરી શકે છે.

INDIA ગઠબંધનના નેતાઓએ કરી બેઠક

INDIA ગઠબંધનની બેઠક બાદ સાથી પક્ષો અલગ અલગ બેઠક કરી રહ્યાં છે. TMCના નેતા અને મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીએ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી છે. બન્ને નેતા વચ્ચે બેઠક મળી હતી. આ બેઠક અખિલેશ યાદવના ઘરે લગભગ અડધો કલાક ચાલી હતી. બીજી તરફ સંજય રાઉતને મળવા માટે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ પહોંચ્યા હતા.

આ સમાચાર શેર કરો