Video: અજમેરમાં લગ્નમાં વરરાજા હેલિકોપ્ટરમાં આવ્યા

રાજસ્થાનના અજમેરમાં એક અનોખા લગ્ન પ્રસંગે વરરાજા હેલિકોપ્ટર દ્વારા જયપુરથી પહોંચ્યા હતા. આ લગ્નમાં કન્યાની વિદાય પણ હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવી હતી. અજમેરના DAV સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પરથી કન્યા હેલિકોપ્ટરમાં સવાર થઈને સાસરે જવા રવાના થઈ હતી. આ પ્રકારના લગ્ન અજમેરમાં પ્રથમ હોવાનું જણાવવામાં આવ્યું છે. હેલિકોપ્ટર દ્વારા થયેલી વરરાજાની એન્ટ્રી અને કન્યાની વિદાય આકર્ષણનું કેન્દ્ર બની હતી. અનોખા લગ્ન પ્રસંગને જોવા લોકોમાં પણ ઉત્સુકતા જોવા મળી હતી.
જાહેરાત













