બાબા સિદ્દીકી હત્યા કેસમાં પોલીસને મળી સફળતા, ચોથા આરોપીની થઇ ઓળખ
NCP નેતા બાબા સિદ્દીકી હત્યા કેસમાં ચોથા આરોપીની ઓળખ થઇ છે. બાબા સિદ્દીકી હત્યાકાંડનો ચોથ

NCP નેતા બાબા સિદ્દીકી હત્યા કેસમાં ચોથા આરોપીની ઓળખ થઇ છે. બાબા સિદ્દીકી હત્યાકાંડનો ચોથો આરોપી મોહમ્મદ ઝીશાન અખ્તર આ વર્ષે 7 જુને પટિયાલા જેલમાંથી બહાર આવ્યો હતો. પંજાબનની પટિયાલા જેલમાં તે લોરેન્સ બિશ્નોઇ ગેન્ગના સંપર્કમાં આવ્યો હતો. મોહમ્મદ ઝીશાન પંજાબના જાલંધરનો છે.
બાબા સિદ્દીકી હત્યાકાંડમાં ચોથા આરોપીની ઓળખ થઇ
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચુકેલા બાબા સિદ્દીકીની શનિવાર રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડમાં સામેલ ચાર આરોપીની ઓળખ થઇ છે. પોલીસે ગુરમેલ સિંહ અને ધર્મરાજ કશ્યપ નામના બે આરોપીની ધરપકડ કરી હતી. શિવા કુમાર અને મોહમ્મદ ઝીશાન અખ્તર નામના બે આરોપી ફરાર છે અને મુંબઇ પોલીસે તેમને પકડવા માટે 10 ટીમની રચના કરી છે. આ વચ્ચે મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરમેલ સિંહને 21 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. બીજી તરફ ખુદને સગીર ગણાવનારા ધર્મરાજ કશ્યપની ઉંમરની તપાસ માટે તેનો બોન ઓસિફિકેશન ટેસ્ટ કરવામાં આવશે. કોર્ટે તેની મંજૂરી આપી છે.
બિશ્નોઇ ગેન્ગે સ્વીકારી જવાબદારી
બિશ્નોઇ ગેન્ગ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી છે. અજિત પવાર જૂથના NCPના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. બાબા સિદ્દીકીને ગોળી મારનારા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બાબા સિદ્દીકી હત્યાકાંડમાં બીજા બે આરોપીની પણ ઓળખ થઇ છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી પોસ્ટમાં લખ્યુ છે, "સલમાન ખાન અમે આ યુદ્ધ નથી ઇચ્છતા પરંતુ તમે અમારા ભાઇનું નુકસાન કરાવ્યું છે..આજે જે બાબા સિદ્દીકીની શરાફતમાં જે થઇ રહ્યું છે અથવા એક સમયે દાઉદ સાથે મકોકા એક્ટમાં હતો. બાબા સિદ્દીકીના મોતનું કારણ અનુજ થાપન અને દાઉદનો બોલિવૂડ, રાજકારણ, પ્રોપર્ટી ડીલિંગ સાથે જોડવાનું હતું. અમારી કોઇની સાથે દુશ્મની નથી પણ જે સલમાન ખાન અને દાઉદ ગેન્ગની મદદ કરશે પોતાનો હિસાબ કિતાબ લગાવીને રાખજો."
બાબા સિદ્દીકીની સોપારી 2.5થી 3 લાખ રૂપિયામાં આપવામાં આવી હતી. હત્યા માટે ચાર લોકોને કામ પર રાખવામાં આવ્યા હતા અને તેમને પૈસાને બરાબર વહેંચવાની યોજના બનાવી હતી જેમાં દરેકને 50,000 રૂપિયા મળવાના હતા. ચારેય આરોપીમાંથી ત્રણ આરોપી પહેલા પંજાબની જેલમાં એક સાથે બંધ હતા, જ્યા તેમનો સંપર્ક બિશ્નોઇ ગેન્ગના એક સભ્ય સાથે થયો હતો અને તેમના દ્વારા જ તે બિશ્નોઇ ગેન્ગમાં સામેલ થયા હતા. મહત્ત્વપૂર્ણ છે કે લોરેન્સ બિશ્નોઇ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. પોલીસના સુત્રો અનુસાર આ વર્ષે બે સપ્ટેમ્બરે ત્રણેય આરોપી કુર્લામાં ભાડાના મકાનમાં રહેતા હતા.
આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા
બાબા સિદ્દીકી હત્યા કેસમાં હાજર રહેલા વકીલે કહ્યું- બાબા સિદ્દીકી સીનિયર નેતા હતા જેમની હત્યા કરવામાં આવી છે. આરોપી હરિયાણા અને યુપીના છે. રેકી કરવા માટે અહીં રોકાયા હતા અને આરોપીઓએ બંદૂક ક્યાંથી ખરીદી? ફાયરિંગની ટ્રેનિંગ ક્યાંથી લીધી? આરોપીઓ પાસેથી 28 જીવતા કારતૂસ મળ્યા છે અને આ ઘટનામાં તપાસ કરવામાં આવી રહી છે. આગળ ક્રાઇમને રોકવા માટે પણ ધ્યાન આપવું જોઇએ. આરોપીઓને ફંડિંગ કોને કરી, આ બધી તપાસનો વિષય છે. જો ક્રાઇમમાં કોઇ રાજકીય હસ્તક્ષેપ છે તો તેની પણ તપાસ થવી જોઇએ. આ તપાસ માટે 14 દિવસના રિમાન્ડ જોઇએ છે.







