VIDEO: જંગલ રડે છે! બુલડોઝર્સના આક્રમણથી વન્યજીવોનું આક્રંદ
વિશ્વભરમાં વિકાસના નામે ઝાડ અને જંગલોને આડેધડ કાપવામાં આવી રહ્યાં છે. જંગલ કપાતા દરમિયાન પક્ષી અને મોરનો બુમો પાડવાનો અવાજ સંભ

વિશ્વભરમાં વિકાસના નામે ઝાડ અને જંગલોને આડેધડ કાપવામાં આવી રહ્યાં છે. જંગલ કપાતા દરમિયાન પક્ષી અને મોરનો બુમો પાડવાનો અવાજ સંભળાઇ રહ્યો છે. પક્ષીઓના રડવાનો અવાજ તેવો જ છે જેમ ઘર તોડવામાં આવતા માણસ રડે છે. આ વીડિયો તેલંગાણાના હૈદરાબાદ શહેરની વચ્ચોવચ્ચ આવેલા પોશ વિસ્તાર ગાછીબાઉલી પાસેના એક જંગલનો છે.
શું છે ઘટના?
400 એકરમાં તેલંગાણાના કાંચા ગાછીબાઉલી જંગલને કાપવાના સમાચાર દરેક જગ્યાએ જોવા મળી રહ્યાં છે. જંગલના કાપવાની જાહેરાત બાદ હૈદરબાદના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. વિદ્યાર્થીઓ અને પર્યાવરણ કાર્યકર્તાઓનું કહેવું છે કે જો આમ થયુ તો જાનવરોની સાથે સાથે પર્યાવરણને પણ નુકસાન થશે. વિરોધ બાદ હવે કેસ કોર્ટ સુધી પહોંચી ગયો છે અને જંગલ કાપવાના નિર્ણય પર રોક લગાવવામાં આવી છે.
400 એકર એરિયામાં ફેલાયેલુ છે ગ્રીનલેન્ડ
હૈદરાબાદની વચમાં આશરે 400 એકર એરિયામાં કાંચા જંગલ સ્થિત છે જે એક ગ્રીનલેન્ડ છે જેમાં ઘણા ઝાડ છે. આ જંગલમાં કેટલાક પક્ષીઓ રહે છે. કાંચા જંગલને હૈદરાબાદનું ફેફ્સુ પણ કહેવામાં આવે છે. રાતના અંધારાનો ફાયદો ઉઠાવીને જંગલને કાપવામાં આવી રહ્યું છે.








