મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરી SIR પ્રક્રિયાનો બચાવ કર્યો

સોર્સ: gstv

ચૂંટણી પંચે અનિયમિતતાના તમામ આરોપોને ફગાવી દીધા છે અને જે અરજી દ્વારા પંચની નિર્ણય પ્રક્રિયાને પડકારવામાં આવી હતી તેના પર જ સવાલો ઉઠાવ્યા છે. બાર એન્ડ બેન્ચના અહેવાલ મુજબ, ચૂંટણી પંચે જણાવ્યું છે કે આ અરજી સંપૂર્ણપણે માત્ર એક સમાચાર અહેવાલ પર આધારિત છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ તથા વિવેક જોશી દ્વારા સર્વાનુમતે મંજૂર કરાયેલા આ સોગંદનામામાં આંતરિક નિર્ણય પ્રક્રિયા અને મતદાર ડેટાબેઝના મુદ્દાઓ પર સ્પષ્ટતા કરાઈ છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી અને ઈન્ડિયા ગઠબંધનની અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવી હતી. અરજદારોએ સત્તાવાર રેકોર્ડ જાહેર કરવા, નામ કમી થવાની પ્રક્રિયાનું ઓડિટ કરાવવા અને નોટિસ વગર પાત્ર મતદારોના નામ ન હટાવવાની માંગણી કરી છે.

આ સમાચાર શેર કરો