મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: “અમે કોઈ સાધુ-સંત થોડા છીએ કે ગાદી જોઈએ, અમને તો ખુરશી જોઈએ છે”

સોર્સ: gstv

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નિવેદન આપ્યું હતું કે સાધુ-સંતોનો લક્ષ્ય સત્તા કે ખુરશી નહીં પરંતુ લોકકલ્યાણ અને સેવા કરવાનો હોય છે, અને સત્તાની લાલસા તેમને હોય છે જેમને પરિવારવાદનો મોહ છે. આ નિવેદન સામે પ્રહાર કરતા અખિલેશ યાદવે પાર્ટીમાં નવા નેતાઓને જોડાવાના કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, અમે કોઈ સાધુ-સંત થોડા છીએ કે ગાદી જોઈએ, અમને તો ખુરશી જોઈએ છે. અમને ખુરશી એટલા માટે જોઈએ છે જેથી અમે જનતાની સેવા કરી શકીએ અને તેમના માટે કામ કરી શકીએ. આ પ્રસંગે અમેરિકાથી પરત ફરેલા સબીના પરવીન અને પૂર્વ ધારાસભ્ય સિનોદ શાક્ય સહિતના અગ્રણી નેતાઓ સપામાં જોડાયા હતા.

આ સમાચાર શેર કરો