Video: મદુરાઈના પ્રસિદ્ધ સુબ્રમણ્ય સ્વામી મંદિરના સવારના દિવ્ય દ્રશ્યો, વહેલી સવારથી જ ઉમટ્યા ભક્તો

તમિલનાડુના પ્રસિદ્ધ અરુલમિગુ સુબ્રમણ્ય સ્વામી મંદિરના વહેલી સવારના મનોહર દ્રશ્યો સામે આવ્યા છે. ભગવાન મુરુગનના છ પવિત્ર નિવાસસ્થાનો પૈકી પ્રથમ ગણાતા આ પ્રાચીન મંદિરમાં સૂર્યોદયની સાથે જ આધ્યાત્મિક માહોલ છવાયો છે. છઠ્ઠી સદીમાં પાંડ્ય રાજાઓ દ્વારા પહાડ કોતરીને બનાવાયેલા આ ઐતિહાસિક મંદિરમાં વહેલી સવારની વિશેષ પૂજા અને આરતી માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા છે. મંદિરના ભવ્ય સાત માળના રાજગોપુરમ અને શાંત પરિસરના દ્રશ્યો ભક્તોમાં અનોખી આસ્થા જગાવી રહ્યા છે.
જાહેરાત















