Video: અમૃતસરમાં ખડૂર સાહિબના સાંસદ અમૃતપાલ સિંહને લઈને કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો

પંજાબના અમૃતસરમાં ખડૂર સાહિબના સાંસદ અમૃતપાલ સિંહને લઈને કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમૃતપાલ સિંહને 21 નવેમ્બરના રોજ તેમની દાદીના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે એક દિવસના પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે. આ સાથે કોર્ટે તેમને પરિવારજનોને મળવા માટે ત્રણ કલાકનો સમય પણ આપવાની મંજૂરી આપી છે. કોર્ટના આ નિર્ણય બાદ અમૃતપાલ સિંહને અંતિમ સંસ્કારમાં સામેલ થવાનો માર્ગ મોકળો થયો છે.
જાહેરાત
















