VIDEO:નીસ શહેર મોદીમય બન્યું, સુરક્ષા વચ્ચે ભવ્ય સ્વાગતની તૈયારીઓ પૂર્ણ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના યુરોપ પ્રવાસના પ્ર


ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના યુરોપ પ્રવાસના પ્રથમ તબક્કામાં ફ્રાન્સના સુંદર શહેર નીસ ખાતે પહોંચશે. આ હાઇ-પ્રોફાઇલ મુલાકાતને લઈને નીસ શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને સમગ્ર શહેરને ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે, જેના સુંદર વિઝ્યુઅલ્સ પણ સામે આવ્યા છે. વડાપ્રધાન મોદી અહીં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને બંને નેતાઓ સંયુક્ત રીતે ભારત ઇનોવેટ્સ ૨૦૨૬ કાર્યક્રમનું ભવ્ય ઉદ્ઘાટન કરશે. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને ફ્રાન્સ વચ્ચે ટેક્નોલોજી, સ્ટાર્ટ-અપ અને વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવાનો છે. સ્થાનિક ભારતીય સમુદાય પણ પીએમ મોદીના સ્વાગત માટે ભારે ઉત્સાહિત છે.




