Video: મોહાલીમાં ગુરુ પર્વના પાવન અવસરે પ્રકૃતિ અને આસ્થાનો અદભુત સંગમ જોવા મળ્યો

સોર્સ: gstv

પંજાબના મોહાલીમાં ગુરુ પૂર્ણિમા અને ગુરુ પર્વના પાવન અવસરે પ્રકૃતિ અને આસ્થાનો અદભુત સંગમ જોવા મળ્યો હતો. ગુરુદ્વારા અંબ સાહિબ પરથી પૂર્ણ ચંદ્રના મનમોહક દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા. આકાશમાં ચમકતો પૂર્ણ ચંદ્ર અને ગુરુદ્વારાની ભવ્ય ઇમારતનો નજારો શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ગુરુ પર્વના પવિત્ર અવસરે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ચંદ્રની ચાંદનીમાં ગુરુદ્વારા અંબ સાહિબની સુંદરતા વધુ નિખરી ઊઠી હતી. આકાશી સૌંદર્ય અને ધાર્મિક આસ્થાના આ સંગમે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત