VIDEO: અંગ્રેજોએ બનાવેલો પુલ ધરાશાયી, કાનપુરમાં 150 વર્ષ જૂનો બ્રિજ તૂટી પડ્યો
કાનપુરમાં 150 વર્ષ જૂનો ગંગા બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. આઝાદીની લડાઇનું સાક્ષી રહેલો આ

કાનપુરમાં 150 વર્ષ જૂનો ગંગા બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. આઝાદીની લડાઇનું સાક્ષી રહેલો આ બ્રિજ ક્યારેક કાનપુરને લખનૌ સાથે જોડવાનું કામ કરતો હતો. જોકે, ચાર વર્ષ પહેલા જ આ બ્રિજને કાનપુર તંત્રએ બંધ કરી દીધો હતો.
ગંગા બ્રિજનું ઐતિહાસિક મહત્ત્વ છે, માટે મહાનગરપાલિકા તેની સાર સંભાળ રાખતું હતું. ધરોહરના રૂપમાં બતાવવા માટે તેની પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા પણ મંગળવારે એક બ્રિજનો એક ભાગ તૂટી ગયો હતો અને ગંગા નદીમાં પડ્યો હતો.
આ બ્રિજની શું હતી ખાસિયત?
આ ગંગા બ્રિજની ખાસિયત એવી હતી કે તેના ઉપર વાહન ચાલતા હતા અને નીચે સાઇકલ સવાર પસાર થતા હતા. કહેવામાં આવે છે કે અંગ્રેજોના સમયે આ બ્રિજ કાનપુરથી લખનૌ જવા માટેનો એકમાત્ર રસ્તો હતો. લોકો કાનપુરથી ઉન્નાવ અને પછી લખનૌમાં પ્રવેશ કરતા હતા. જોકે, તેના પિલર્સમાં પડેલી તિરાડોને કારણે લોકોની સુરક્ષાને જોતા પુલનો ખતરો માની PWD દ્વારા તેને બંધ કરવામાં આવ્યો હતો. શુકલાગંજ અને કાનપુર બન્ને છેડા પર દીવાલ મુકવામાં આવી હતી અને લોકોની અવર જવર બંધ હતી.
આઝાદીની લડાઇનું સાક્ષી રહ્યું છે બ્રિજ
કાનપુરથી શુકલાગંજ જવાના રસ્તામાં ગંગા નદી ઉપર બનેલો અંગ્રેજોના જમાનાનો આ પુલ આઝાદીની લડાઇનું પણ સાક્ષી રહ્યું છે. એક વખત ક્રાંતિકારી જ્યારે ગંગા પાર કરી રહ્યાં હતા ત્યારે અંગ્રેજોએ આ પુલ ઉપરથી તેમના ઉપર ફાયરિંગ કર્યું હતું.
આ પણ વાંચો: ‘ગુગલ મેપ’થી મુસાફરી કરી રહેલા મિત્રોની ગાડી નિર્માણાધીન પુલ પરથી પડી, ત્રણના મોત
1857માં બ્રિજ બનાવવામાં આવ્યો હતો
અંગ્રેજોએ કાનપુરને ઉન્નાવ-લખનૌ સાથે જોડવા માટે 1875માં આ ગંગા પુલ પર બ્રિજ બનાવ્યો હતો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના એન્જિનિયરોએ બ્રિજનું નિર્માણ કર્યું હતું. આ બ્રિજને બનાવવામાં 7 વર્ષ 4 મહિનાનો સમય લાગ્યો હતો. મેસ્કર ઘાટ પર પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો. અંગ્રેજોએ વાહન વ્યવહાર માટે તેને બનાવ્યો હતો. 1910માં આ બ્રિજને ટ્રેનના સંચાલન માટે એક રેલવે બ્રિજ બનાવ્યો હતો. રોજ 22 હજાર વાહન સહિત 1.25 લાખ લોકો આ પુલ પરથી પ્રસાર થતા હતા.








