VIDEO : ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે થાણે-વાશી ટ્રેન સેવા ખોરવાઈ
નવી મુંબઈમાં ભારે વરસાદ થી કોપરખૈરણે-ઘણસોલી વચ્ચે થયેલા ભૂસ્ખલનને કારણે ટ્રાન્સ-

નવી મુંબઈમાં ભારે વરસાદ થી કોપરખૈરણે-ઘણસોલી વચ્ચે થયેલા ભૂસ્ખલનને કારણે ટ્રાન્સ-હાર્બર લાઈન પરની રેલવે સેવાઓ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. ટ્રેક નીચેની જમીન ધસી પડવાને કારણે સુરક્ષાના કારણોસર વહેલી સવારે ટ્રેનોને રોકી દેવામાં આવી હતી, જેના લીધે હજારો મુસાફરો સ્ટેશનો પર ફસાયા હતા. રેલવેના ટેકનિકલ અને એન્જિનિયરિંગ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી અને હાલ મર્યાદિત ગતિએ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. જોકે, ટ્રેનો હજુ પણ નિયત સમય કરતા મોડી ચાલી રહી છે અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સુરક્ષાને પ્રાથમિકતા આપી ટ્રેનોને ધીમી ગતિએ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.




