IND vs BAN: શું ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાનારી ટેસ્ટ સિરીઝ રદ થશે?
એક બાજુ બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ બાદ હિંદુઓ વિરુદ્ધ હિંસા થઈ રહી છે. બીજી બાજુ ભારત અને બાંગ્લાદ

એક બાજુ બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ બાદ હિંદુઓ વિરુદ્ધ હિંસા થઈ રહી છે. બીજી બાજુ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આગામી 19 સપ્ટેમ્બરથી ટેસ્ટ શ્રેણી રમાવાની છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ભારતીય ફેન્સ બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસાને કારણે ચાહકો ભારત-બાંગ્લાદેશ શ્રેણી રદ કરવાની માંગ કરી રહ્યા છે. ફેન્સ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. પરિણામે હવે જોવાનું એ રહેશ કે, શ્રેણી રમાઈ છે કે રદ થાય છે.
ભારતીય ફેન્સનું કહેવું છે કે, બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા થઈ રહી છે. આવી સ્થિતિમાં ભારતે બાંગ્લાદેશ સાથે ક્રિકેટ ન રમવું જોઈએ. ચાહકોનું કહેવું છે કે બીસીસીઆઈને હિન્દુઓની પીડા દેખાતી નથી. કેટલાક લોકો કહે છે કે અમને ક્રિકેટ ખૂબ ગમે છે, પરંતુ અમે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સિરીઝ જોઈશું નહીં.
BCCIએ રવિવારે જ ટેસ્ટ માટે ટીમનું એલાન કર્યું
તમને જણાવી દઈએ કે, બીસીસીઆઈ રવિવારે જ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી હતી. જેમાં રિષભ પંત અને કે.એલ રાહુલની ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે.
પ્રથમ ટેસ્ટ માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, રિષભ પંત (વિકેટ કીપર), ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), આર અશ્વિન, આર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ, યશ દયાલ.








