મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ બે હિન્દુ શ્રમિકો પર કર્યો ગોળીબાર; એકનું મોત, ગંભીર ઇજાગ્રસ્ત સારવાર હેઠળ

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા બે હિન્દુ

કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ બે હિન્દુ શ્રમિકો પર કર્યો ગોળીબાર; એકનું મોત, ગંભીર ઇજાગ્રસ્ત સારવાર હેઠળ
આ સમાચાર સાંભળો

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા બે હિન્દુ શ્રમિકોને નિશાન બનાવી તેમની પર ગોળીબાર કરતાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે બીજો શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે ખસેડાયો છે. આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરાયેલા બંને બિન-સ્થાનિક મજૂરો હતા. જે ખીણમાં રોજીરોટી કમાવવા માટે કામ કરતા હતા. 

શુક્રવારે સાંજે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ ફરી એકવાર કાયરતાપૂર્ણ કૃત્ય કરીને બિન-સ્થાનિક મજૂરોને નિશાન બનાવ્યા. જિલ્લાના કેલ્લામ વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં એક મજૂરનું દુઃખદ મૃત્યુ થયું અને બીજો ગંભીર રીતે ઘાયલ થયો. આ ઘટના બાદ, સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને હુમલાખોરોને શોધવા માટે મોટા પાયે શોધખોળ અભિયાન શરૂ કર્યું.

પીડિતોની ઓળખ

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને પીડિતો છત્તીસગઢના રહેવાસી છે. આતંકવાદી હુમલામાં મજૂર દીપકનું મોત નીપજ્યું હતું, જ્યારે ભૂપેન્દ્ર ગંભીર રીતે ઘાયલ છે. હુમલા પછી તરત જ બંને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. દીપકનું મોત નીપજ્યું હતું, જ્યારે ભૂપેન્દ્રની ગંભીર હાલતને કારણે તેને વિશેષ તબીબી સંભાળ માટે જીએમસી અનંતનાગ રિફર કરવામાં આવ્યો હતો.

કોર્ડન અને સર્ચ ઓપરેશન 

સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને આતંકવાદીઓને શોધવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આસપાસના વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે, જેથી તેઓ ભાગી ન જાય. ઓપરેશન પર સીધી દેખરેખ રાખવા અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે વરિષ્ઠ પોલીસ અને સુરક્ષા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.

આ સમાચાર શેર કરો