મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જમ્મુ-કાશ્મીર: રાજૌરીમાં આતંકીઓએ પોલીસ પર કર્યું ફાયરિંગ, સર્ચ ઓપરેશન શરૂ

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે રાજૌરી જિલ્લાના મંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં

જમ્મુ-કાશ્મીર: રાજૌરીમાં આતંકીઓએ પોલીસ પર કર્યું ફાયરિંગ, સર્ચ ઓપરેશન શરૂ

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે  રાજૌરી જિલ્લાના મંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું છે. જોકે, ગોળીબાર કરીને આતંકીઓ ભાગી ગયા હતા. બીજી તરફ સુરક્ષાદળોએ સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જોકે, હજુ સુધી કોઈને ઈજા કે જાનહાનિ અંગે કોઈ માહિતી સામે આવી નથી.

એક અધિકારીના જણાવ્યા અનુસાર, ગોળીબાર સાંજે 7:30 વાગ્યાની આસપાસ થયો હતો. જ્યારે પોલીસ અને રાષ્ટ્રીય રાઇફલ્સની ટીમ મંડી પોલીસ સ્ટેશન હેઠળના ગામમાં સર્ચ ઓપરેશન કરી રહી હતી.  જે દરમિયાન આતંકીઓએ ગોળીબાર કરી દીધો હતો. જોકે, સામે વળતો પ્રહાર કર્યો હતો. પરંતુ અંધારાનો લાભ લઈને આતંકીઓ નાસી છૂટ્યા હતા. જોકે, હજુ સુધી કોઈને ઈજા કે જાનહાનિ અંગે કોઈ માહિતી સામે આવી નથી.

ફાયરિંગ બાદ સર્ચ ઓપરેશન 

ફાયરિંગ બાદ પોલીસ અને સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો છે. સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવા માટે વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો