મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હરવાન દચીગામમાં આતંકી કમાન્ડર ઠાર, 7 નિર્દોષ મજૂરોની હત્યા માટે હતો જવાબદાર

કાશ્મીરમાં સેનાને આજે મોટી સફળતા મળી છે. હરવાન દચીગામ એન્કાઉન્ટર

હરવાન દચીગામમાં આતંકી કમાન્ડર ઠાર, 7 નિર્દોષ મજૂરોની હત્યા માટે હતો જવાબદાર

કાશ્મીરમાં સેનાને આજે મોટી સફળતા મળી છે. હરવાન દચીગામ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ જુનૈદ રમઝાન ભટ (LeT કમાન્ડર) તરીકે થઈ છે. તે આ વર્ષે ઓક્ટોબરમાં ગંગાગીર સોનમર્ગ ટનલ હુમલામાં 7 નિર્દોષ મજૂરોની હત્યા માટે જવાબદાર હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે શ્રીનગરના હરવનમાં દચીગામ જંગલ વિસ્તારના ઉપરના વિસ્તારોમાં આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલી સૈન્ય કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો છે.

સોમવારે મોડી રાત્રે આ વિસ્તારમાં ગોળીબારનો અવાજ સંભળાયો હતો અને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

એક અધિકારીએ જણાવ્યું હતું કે ચોક્કસ ગુપ્ત માહિતીના ઇનપુટને પગલે શરૂ કરાયેલ કોર્ડન અને સર્ચ ઓપરેશન (CASO) દરમિયાન ગોળીબારની જાણ કરવામાં આવી હતી.

તેમણે કહ્યું કે એક આતંકવાદીનો મૃતદેહ જોવા મળ્યો છે અને આ વિસ્તારમાં ઓપરેશન ચાલી રહ્યું છે. અગાઉ, જ્યારે સશસ્ત્ર દળો એક શંકાસ્પદ ઠેકાણાની નજીક પહોંચ્યા, ત્યારે છુપાયેલા આતંકવાદીએ ગોળીબાર કર્યો, જેનો તરત જ જવાબ આપવામાં આવ્યો. વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને ઓપરેશન ચાલુ છે.

કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટર પર ટ્વિટ કર્યું: “ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, SF ના સંયુક્ત પક્ષોએ દાચીગામના જંગલના ઉપરના વિસ્તારોમાં CASO લોન્ચ કર્યું. સંપર્ક સ્થાપિત. ઓપરેશન ચાલુ છે.”

આ સમાચાર શેર કરો