જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓ ભરેલી બસ પર આતંકી હુમલો, 10ના મોત; 33 લોકો ઘાયલ
જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં રવિવારે શિવખોરી જઈ રહેલા શ્રદ્ધાળુઓની બસ ખીણમાં ખાબકી હતી. જેમાં 10 લ

જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં રવિવારે શિવખોરી જઈ રહેલા શ્રદ્ધાળુઓની બસ ખીણમાં ખાબકી હતી. જેમાં 10 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. બસમાં સવાર અન્ય મુસાફરોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. જોકે, આ બસ પર પહેલા આતંકવાદી હુમલો થયો હતો.
એસએસપી રિયાસી મોહિતા શર્માએ કહ્યું છે કે પ્રારંભિક અહેવાલ દર્શાવે છે કે આતંકવાદીઓએ શિવખોડીથી કટરા જઈ રહેલી બસ પર ગોળીબાર કર્યો હતો. ફાયરિંગના કારણે બસના ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો અને બસ ખીણમાં ખાબકી હતી. આ ઘટનામાં 33 લોકો ઘાયલ થયા છે. બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હજુ સુધી મુસાફરોની ઓળખ થઈ શકી નથી. આ ઘટનામાં 10 લોકોએ જીવ ગુમાવ્યો છે.
કલેક્ટર વિશેષ મહાજને ઘટનાની પુષ્ટિ કરી
પ્રાપ્ત માહિતી પ્રમાણે રિયાસી જિલ્લામાં રવિવારે શ્રદ્ધાળુઓને લઈને જતી બસ ખીણમાં ખાબકી હતી. પ્રારંભિક અહેવાલો અનુસાર, આતંકવાદીઓએ બસ પર ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ બસ અકસ્માતનો ભોગ બની હતી. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે. બીજી તરફ રિયાસીના જિલ્લા કલેક્ટર વિશેષ મહાજને ઘટનાની પુષ્ટિ કરી છે.
ઘટનાનો વીડિયો સામે આવ્યો
આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બસ રસ્તાથી કેટલાય ફૂટ નીચે પડી છે. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા છે. મૃતકોમાં પુરૂષ અને મહિલા બંનેનો સમાવેશ થાય છે.








