મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હરિયાણામાં કોંગ્રેસ - AAP વચ્ચે ટિકિટની વહેંચણીમાં ખેંચતાણ? તૂટી શકે છે ગઠબંધન

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ઓફર આમ આદમીને મંજૂર હોય તેવું લાગતું નથી. આપ પાર્ટી

હરિયાણામાં કોંગ્રેસ - AAP વચ્ચે ટિકિટની વહેંચણીમાં ખેંચતાણ? તૂટી શકે છે ગઠબંધન

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ઓફર આમ આદમીને મંજૂર હોય તેવું લાગતું નથી. આપ પાર્ટી એકલા હાથે લડવાની યોજના બનાવી રહી છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટી સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આપ પાર્ટીને હરિયાણામાં સાથે મળીને ચૂંટણી લડવાની ઓફર આપી હતી. પરંતુ સીટ વહેંચણી મુદ્દે કોઈ સમજૂતી થઈ નથી. આપ પાર્ટી કદાચ રવિવારે તેની 50 ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર કરી શકે છે. 

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સમજૂતિ ન સધાઈ હોવાની અટળકો વચ્ચે એવું કહેવાય છે કે, હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં બંને પક્ષો વચ્ચે ગઠબંધન નહીં થાય. કોંગ્રેસના કેટલાક નેતાઓએ અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટી સાથે ગઠબંધન પર વાંધો વ્યક્ત કર્યો છે. સૂત્રોએ જણાવ્યું કે હુડ્ડા જૂથ અને અન્ય કેટલાક નેતાઓ AAP સાથે બેઠક વહેંચણીની વિરુદ્ધ છે.

મળતી માહિતી મુજબ, આમ આદમી પાર્ટી હરિયાણામાં 10 સીટોની માંગ કરી રહી હતી, જ્યારે કોંગ્રેસ આમ આદમી પાર્ટીને 10 સીટો આપવા તૈયાર નથી. સૂત્રોનું કહેવું છે કે, હરિયાણા ચૂંટણી માટે કોંગ્રેસની ફોર્મ્યુલાને આમ આદમી પાર્ટી સ્વીકારતી નથી. જણાવી દઈએ કે હરિયાણામાં નામાંકન ભરવાની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર છે. 

જણાવી દઈએ કે, હરિયાણામાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને AAPએ ગઠબંધન કર્યું હતું. જેમાં કોંગ્રેસે 10માંથી 9 લોકસભા બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા હતા જ્યારે AAPએ કુરુક્ષેત્ર લોકસભા બેઠક જીતી હતી. હરિયાણા વિધાનસભામાં કુલ 90 સીટો છે. આવી સ્થિતિમાં લોકસભા ચૂંટણીની જેમ આમ આદમી પાર્ટી 9:1ની ફોર્મ્યુલા પર કુલ 10 સીટો પર ચૂંટણી લડવા માંગતી હતી. કોંગ્રેસને આ ફોર્મ્યુલા સ્વીકાર્ય ન હોઈ બંને પક્ષો વચ્ચે સીટની વહેંચણીને લઈને ખેંચતાણ ચાલી રહી છે.

ભાજપ પર નિશાન સાધ્યું

દરમિયાન, હરિયાણામાં AAP-કોંગ્રેસ ગઠબંધન પર, બીજેપી નેતા શહજાદ પૂનાવાલાએ કહ્યું, "INDI ગઠબંધન પાસે કોઈ મિશન અને વિઝન નથી. તેઓને માત્ર પોતાની મહત્વાકાંક્ષા છે. પોતાના ભ્રષ્ટાચારને બચાવવા માંગે છે. તેથી જ તેઓ કેટલીક જગ્યાએ ગઠબંધન કરે તો પાછું તૂટી જાય છે. પંજાબમાં કોંગ્રેસ આપ એકબીજાની વિરુદ્ધ છે. દિલ્હીમાં હમ સાથ સાથ હૈ અને હવે હરિયાણામાં કભી હાં, કભી ના..ચાલી રહ્યું છે. હરિયાણામાં તેમની હતાશા દેખાઈ રહી છે. એકબીજાની વિરુદ્ધ રહેલા રાજકીય પક્ષોને એક સાથે આવવું પડે છે. તેમને ખબર જ છે કે જો તેઓ એકલા ચૂંટણી લડશે તો સત્તા ગુમાવશે. હરિયાણામાં લોકોના સમર્થનની કોઈ ગેરંટી નથી. 

આ સમાચાર શેર કરો