Video: તિરુચિરાપલ્લીમાં કામચલાઉ પોલીસ ચોકી શરૂ

દિવાળી પર્વ નજીક આવતા જ તિરુચિરાપલ્લીના મુખ્ય વેપારી વિસ્તાર એનએસબી રોડ પર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેને ધ્યાનમાં રાખીને તિરુચિરાપલ્લી પોલીસ દ્વારા આ વિસ્તારમાં કામચલાઉ પોલીસ આઉટપોસ્ટ (ચોકી) શરૂ કરવામાં આવી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આ ચોકીનું ઉદ્ઘાટન કર્યું હતું. તહેવાર દરમિયાન ચોરી, ખિસ્સા કાપવા જેવી ઘટનાઓ અટકાવવા અને ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ બનાવવા માટે સીસીટીવી કેમેરા અને વધારાનો પોલીસ કાફલો તૈનાત કરાયો છે. આ પગલાથી ખરીદી કરવા આવતા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થશે.






