અમિત શાહના એડિટેડ વીડિયો કેસમાં તેલંગાણાના સીએમ રેવન્ત રેડ્ડીને સમન્સ
દિલ્હી પોલીસે અમિત શાહના એડિટેડ વીડિયો કેસમાં તેલંગાણાના સીએમ રેવન્ત રેડ્ડીને સમન્સ પાઠ

દિલ્હી પોલીસે અમિત શાહના એડિટેડ વીડિયો કેસમાં તેલંગાણાના સીએમ રેવન્ત રેડ્ડીને સમન્સ પાઠવવામાં આવ્યું છે.
દિલ્હી પોલીસે સોમવારે તેલંગાણાના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા રેવંત રેડ્ડીને સમન્સ પાઠવ્યું હતું અને તેમને 1 મેના રોજ હાજર થવા જણાવ્યું હતું. આ દરમિયાન રેવંત રેડ્ડીને તેમનો ફોન લાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું.
તેલંગાણાના સીએમ રેવન્ત રેડ્ડી અમિત શાહના ફેક વીડિયો શેર કરીને મુશ્કેલીમાં હોય તેમ લાગી રહ્યું છે. દિલ્હી પોલીસે રેવંત રેડ્ડીને નોટિસ પાઠવીને પૂછપરછ માટે બોલાવ્યા છે.
https://publish.twitter.com/?url=https://twitter.com/ANI/status/1784890420335386935
રેવંત રેડ્ડીને ફોન સાથે બોલાવ્યા
રેવંત રેડ્ડીને તેમનો ફોન લાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું. દિલ્હી પોલીસ તેના ફોનની પણ તપાસ કરશે. રેવંત રેડ્ડીએ પોતાના એક્સ હેન્ડલ પરથી અમિત શાહનો એડિટેડ વીડિયો પણ શેર કર્યો હતો.
કોની વિરૂદ્ધ FIR નોંધાઈ?
પોલીસે નોંધેલી FIRમાં અમિત શાહનો એડિટેડ વીડિયો ફેલાવનારા તમામ લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલામાં IPCની કલમ 153/153A/465/469/171G અને IT એક્ટની કલમ 66C હેઠળ FIR નોંધવામાં આવી છે.
અમિત શાહે એડિટેડ વીડિયોમાં શું કહ્યું?
આ એડિટેડ વીડિયોમાં કેન્દ્રીય ગૃહમંત્રી કથિત રીતે એસસી-એસટી અને ઓબીસી માટે આરક્ષણ નાબૂદ કરવાની વાત કરતા જોવા મળે છે. પીટીઆઈના ફેક્ટ ચેકમાં સામે આવ્યું છે કે અમિત શાહે કર્ણાટકમાં મુસ્લિમોને આપવામાં આવેલ આરક્ષણ ખતમ કરવાની વાત કરી હતી.
અમિત માલવિયાએ કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી હતી
રવિવારે (28 એપ્રિલ) દિલ્હી પોલીસે અમિત શાહના એડિટેડ વીડિયોને ફેલાવવાના મામલે FIR નોંધી હતી. ભાજપ અને ગૃહ મંત્રાલયની ફરિયાદ પર આ મામલે FIR નોંધવામાં આવી છે. બીજેપીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ દાવો કર્યો હતો કે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરનારા તમામ લોકો સામે કાયદાકીય કાર્યવાહી માટે આખા દેશે તૈયાર રહેવું જોઈએ.








