Video: વિશાખાપટ્ટનમ, કાકીનાડામાં સામે આવ્યાં તારાજીના દ્રશ્યો

અર્નબ વાવાઝોડાનું સવારે આંધ્રપ્રદેશના કેન્દ્ર નરસાપુરથી આશરે 30 કિલોમીટર પૂર્વ, યાનમથી 45 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમે સ્થિત હતુ..આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ચક્રવાતની અસરને કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સમુદ્રમાં તોફાની મોજાં ઉછળી રહ્યા છે અને પરિસ્થિતિ ખરાબ બનેલી છે. આંધ્ર પ્રદેશના કાકીનાડામાં કેટલાય વૃક્ષો ધરાશાયી થયા અને કેટલીય જગ્યાઓએ વીજળીની લાઈનો તૂટી ગઈ. મોટાભાગના રસ્તાઓ પાણીમાં ડૂબેલા હોવાના કારણે વાહનવ્યવહાર બંધ થયો હતો. હવામાન વિભાગે જણાવ્યું કે વાવાઝોડાનો ઉત્તરી સર્પિલ ભાગ જમીનમાં વધુ અંદર સુધી પ્રવેશ કરી ગયો છે. વાવાઝોડું બંગાળની ખાડીના પશ્ચિમ-મધ્ય ભાગમાં આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા નજીકથી આગળ વધ્યું હતું. IMD ના જણાવ્યા અનુસાર, વાવાઝોડાના ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાની અને પુડુચેરીના યાનમ દરિયાકાંઠાને પાર કરવાની સંભાવના છે. આ દરમિયાન પવનની મહત્તમ ઝડપ 135 કિલોમીટર પ્રતિ કલાક સુધી અને પવનના ઝાપટાં સાથે 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.






