Video: સૂર્યાલંકા બીચ પર પ્રવેશ પ્રતિબંધિત

આંધ્રપ્રદેશના બાપટલા જિલ્લામાં વાવાઝોડા ‘અર્નાબ’ના પ્રકોપને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, જેનાથી જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે. ખરાબ હવામાન અને દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા પ્રખ્યાત સૂર્યાલંકા બીચ પર સામાન્ય જનતા અને પ્રવાસીઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તથા આપત્તિ વ્યવસ્થાપન ટીમોને એલર્ટ રાખવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.






