સ્વાતિ માલીવાલે X પર પ્રોફાઇલ બદલી, કેજરીવાલનો ફોટો હટાવ્યો
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે X(ટ્વિટર) પર પ્રોફાઇલ બદલી નાખી છે. પ્રોફાઇલમાંથી અરવિંદ કેજ

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે X(ટ્વિટર) પર પ્રોફાઇલ બદલી નાખી છે. પ્રોફાઇલમાંથી અરવિંદ કેજરીવાલનો ફોટો હટાવી દીધો છે. સ્વાતિ માલીવાલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમાર પર કથિત હુમલાનો આરોપ લગાવ્યા બાદ આપ પાર્ટીના નિશાને આવી ગઈ છે. બીજી તરફ આતિશીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને સ્વાતિના આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા હતા.
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશીએ સ્વાતિ માલીવાલ મારામારી કેસમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને આ કેસને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું. આતિશીએ કહ્યું કે, સ્વાતિ માલીવાલ આ ષડયંત્રનો ચહેરો અને મહોરું હતી. સ્વાતિ માલીવાલ 13 મેના રોજ વગર અપોઈન્ટમેન્ટે મુખ્યમંત્રી આવાસ પહોંચી. તેનો ઈરાદો મુખ્યમંત્રી પર આરોપો લગાવવાનો હતો. તે સમયે મુખ્યમંત્રી હાજર ન હતા. તેથી જ તેઓ બચી ગયા. ત્યારે સ્વાતિ માલિવાલે વિભવ કુમાર પર આરોપ લગાવ્યો છે.
આતિશીએ સ્વાતિ માલીવાલને ગણાવી ભાજપનું મહોરું
આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્વાતિ માલીવાલ સહિત ભાજપ પર પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, જ્યારથી અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે, ત્યારથી ભાજપ ચિંતામાં મૂકાયેલી છે. જેના કારણે તેમણે એક ષડયંત્ર રચ્યું. આ ષડયંત્ર હેઠલ સ્વાતિ માલીવાલને મુખ્યમંત્રી આવાસ મોકલવામાં આવી.
શું છે આ કથિત વીડિયોમાં?
13મી મેના રોજ સીએમ હાઉસમાં સ્વાતિ માલીવાલે વિભવ કુમાર પર હુમલાના આરોપો લગાવ્યા છે. દરમિયાન 13 મેની ઘટનાનો એક કથિત વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે સ્વાતિ માલીવાલ સીએમ હાઉસની અંદર બેઠી છે જ્યાં કેટલાક કર્મચારીઓ તેમને બહાર જવા માટે કહે છે. આ દરમિયાન તે ગુસ્સે થઈ રહી છે.
માલીવાલ સાથે દુર્વ્યવહારના મામલે પોલીસે ફરિયાદ નોંધી
સ્વાતિ માલીવાલ સાથે દુર્વ્યવહારના મામલે પોલીસે ફરિયાદ નોંધી છે. સ્વાતિ માલીવાલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ વિભવ પર ગંભીર આરોપી લગાવ્યા છે.સ્વાતિ માલીવાલે નોંધાવેલી એફઆઈઆર અનુસાર, વિભવે મને પેટમાં લાત મારી હતી, હું બૂમો પાડતી રહી. હું આ હુમલાથી આઘાતમાં હતી. મેં 112 નંબર પર ફોન કરીને ઘટનાની માહિતી આપી.'








