ચંદીગઢમાં સેક્ટર 10Dમાં શંકાસ્પદ ગ્રેનેડ વિસ્ફોટ, રિક્ષામાં આવેલા યુવકોએ આપ્યો અંજામ
ચંદીગઢમાં સેક્ટર 10 ડીમાં એક ઘર પાસે એક શંકાસ્પદ ગ્રેનેડ વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટથી વિસ્તારમાં ભયનો માહોલ

ચંદીગઢમાં સેક્ટર 10 ડીમાં એક ઘર પાસે એક શંકાસ્પદ ગ્રેનેડ વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. બ્લાસ્ટના શકમંદો ઓટોરિક્ષામાં ભાગી જતા જોવા મળ્યા હતા. આ ઘર એક NRIનું છે. હાલ ભારે પોલીસ બંદોબસ્ત સ્થળ પર છે.
ચંદીગઢના સેક્ટર 10માં ઘર નંબર 575માં હેન્ડ ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. બહારથી કોઈએ ઘરની અંદર હેન્ડ ગ્રેનેડ ફેંક્યો હતો. પોલીસે ઓટોમાં મુસાફરી કરી રહેલા 3 અજાણ્યા યુવકોની શોધખોળ ચાલુ કરી છે. ગ્રેનેડ બ્લાસ્ટને કારણે ઘરની બારીઓના કાચ તૂટી ગયા હતા.
ચંદીગઢ પોલીસના પીઆરઓ દલબીર સિંહે કહ્યું, "અહીં વિસ્ફોટ થયો છે. અમે તેની તપાસ કરી રહ્યા છીએ. CFSL ટીમ અહીં હાજર છે. આ ઘટના સાંજે 6 વાગ્યાની આસપાસ બની હતી..."






