મોદી સરકાર 3.0માં શપથ લીધાના 12 કલાકમાં મંત્રીપદ છોડવા ઈચ્છે છે આ સાંસદ, બતાવ્યું આ કારણ
મોદી સરકારની ત્રીજી ઈનિંગની હજુ શરૂઆત થાય તે પહેલાં જ રાજીનામાંનો

મોદી સરકારની ત્રીજી ઈનિંગની હજુ શરૂઆત થાય તે પહેલાં જ રાજીનામાંનો દોર શરૂ થયો છે. દક્ષિણમાં કેરલથી ભાજપના પ્રથમ સાંસદ સુરેશ ગોપીએ રવિવારે કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શપથ લીધાના 24 કલાક પણ થયા નથી અને મંત્રીપદથી મુક્ત કરવાની માગ કરી છે. સુરેશ ગોપીએ દિલ્હીમાં એક ક્ષેત્રીય ચેનલ સાથે વાતચીત કરતાં કહ્યું કે તેમણે મંત્રીપદ માંગ્યુ નહોતું અને તેમને આશા છે કે ખૂબજ જલદીથી મંત્રીપદથી મુક્ત કરવામાં આવે.
સુરેશ ગોપીએ મંત્રી પદ છોડવાનું કારણ જણાવતા કહ્યું કે, મેં ફિલ્મો સાઈન કરી છે અને કરવાની ચાલુ છે. સુરેશ ગોપીએ કહ્યું, 'હું ત્રિસુરથી સાંસદ તરીકે સેવા ચાલુ રાખીશ.' જણાવી દઈએ કે સુરેશ ગોપી ત્રિશૂર સંસદીય મતવિસ્તારમાંથી જીતીને કેરળના પ્રથમ બીજેપી સાંસદ તરીકે ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું. સુરેશે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI)ના ઉમેદવાર વીએસ સુનીલકુમારને 74686 મતોથી હરાવ્યા.
સુરેશ ગોપીએ કહ્યું, 'મારો ધ્યેય સાંસદ તરીકે કામ કરવાનો છે. મેં કંઈપણ માંગ્યું નથી અને મારે કોઈ પોસ્ટની જરૂર નથી. મને ટૂંક સમયમાં આ પદ પરથી મુક્ત કરવામાં આવશે. ત્રિશૂરના મતદારોને કોઈ સમસ્યા નથી. તેઓ આ જાણે છે અને એક સાંસદ તરીકે હું તેમના માટે ખરેખર સારું કામ કરી શકીશ. મારે કોઈપણ કિંમતે મારી ફિલ્મો કરવાની છે.
જણાવી દઈએ કે સુરેશ પ્રભુ 2016મા રાજ્યસભા માટે નોમિનેટ કરાયા હતા. તેઓ વર્ષ 2022 સુધી રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે.




