Video: આકાશમાં આતશબાજી વચ્ચે સુરતવાસીઓએ દિવાળીની ભવ્ય ઉજવણી કરી

સોર્સ: gstv

સુરત શહેરમાં દિવાળી પર્વની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. દિવાળીના પાવન અવસરે સમગ્ર હીરાનગરી રોશનીના ઝગમગાટથી ઝળહળી ઊઠી છે. શહેરના મુખ્ય માર્ગો, બજારો, રહેણાંક વિસ્તારો અને વેપારી સંકુલોને રંગબેરંગી લાઇટિંગથી શણગારવામાં આવ્યા છે. લોકોએ પોતાના ઘરોમાં આકર્ષક રંગોળી બનાવી દીવડા પ્રગટાવી દિવાળીની ઉજવણી કરી હતી. બીજી તરફ બજારોમાં પણ તહેવારનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો પરિવાર સાથે દિવાળીની ખુશીઓ મનાવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત